તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરના પેથાંપુરમા કન્સ્ટ્રકશન સાઈડ પર બીજા માળે મિત્રો જોડે ઉંઘેલા યુવકની લાશ સવારમાં કન્સ્ટ્રકશન સાઈડના ભોય તળિયે બનાવેલ પાણીની ટાંકીના પરથી મળતાં ચકચાર મચી જવા પામી છે. પાણીની ટાંકીના સંપ પર પટકાવાથી ટાંકીના ખુલ્લા સળિયા પૈકીનો એક સળિયો યુવકના માથાના ભાગે તેમજ બીજાં બે સળિયા પીઠના ભાગે ઘૂસી જતાં 20 વર્ષીય શ્રમજીવી યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યાંની નોંધ પેથાંપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.
સવારમાં મિત્રો જાગ્યા ત્યારે મળી લાશ
દાહોદ જિલ્લાના કઠવાડા પોસ્ટ પુજારા પડ્યોમાં રહેતો 20 વર્ષીય મુકેશ શંકરભાઈ કોળી નામનો યુવાન ગાંધીનગર ખાતે મજૂરી કામ અર્થે આવ્યો હતો. જે પેથાપુર તરફ જતા જમણી બાજુ આવેલી આદિત્ય એલીગન્સ નામની ઇમારતમાં છેલ્લા 20 દિવસથી છૂટક મજૂરી કામ કરતો હતો. રવિવારની રાત્રે મુકેશ કોળી તેના અન્ય મજૂર મિત્રો સાથે આદિત્ય એલીગન્સના બીજા માળે સુઈ ગયો હતો. જ્યારે આજે સવારે છ વાગ્યાના અરસામાં કન્સ્ટ્રકશન સાઈડના ભોય તળિયે બનાવેલ પાણીની ટાંકીના સંપના બીમના ખુલ્લા સળિયા માથામાં તેમજ પીઠના ભાગે ભોંકી ગયેલી હાલતમાં મુકેશ કોળીની લાશ મળી આવી હતી.
એક સળિયો માથાં અને કાનની જ્યારે બીજા બે સળીયા પીઠના ભાગે ઘૂસી જવાથી મોત
આ અંગે પેથાપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, મુકેશનો એક ભાઈ અમદાવાદની કોઈ કન્સ્ટ્રકશન સાઈડ ઉપર મજૂરી કામ કરે છે, જ્યારે મુકેશ પેથાપુરની આદિત્ય એલીગન્સ નામની સાઈટ પર 20 દિવસથી મજુરી કામ અર્થે લાગ્યો હતો. રવિવારની મધરાતે કોઈપણ સમયે મુકેશ બિલ્ડિંગના બીજા માળેથી સીધો પાણીની ટાંકીના સંપ માટે બનાવેલ ખુલ્લા સળિયા વાળા બીમ ઉપર પટકાયો હતો. પાણીની ટાંકીના સંપના બીમના છ લોખંડના સળિયા ખુલ્લા જ હતા. જેનાં પર મુકેશ બીજા માળેથી પટકાતાં એક સળિયો માથાં અને કાનની પાસે ખૂંપી ગયો હતો જ્યારે બીજા બે લોખંડના સળીયા મુકેશની પીઠના ભાગે ઘૂસી જવાથી તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી
આખી રાત દરમિયાન કન્સ્ટ્રકશન સાઈટ ઉપર મુકેશ પટકાયો હોવાની કોઈને ઘન સુધા આવી નહોતી. જ્યારે સવારે વહેલી પરોઢે મજૂરો ઉઠ્યા ત્યારે મુકેશ કોળી પાણીના સંપની ટાંકીનાં બીમ પર મૃત હાલતમાં જોવા મળ્યો હતો. આ અંગે રાજેશ કોળીએ પેથાપુર પોલીસ મથકે જાણ કરી હતી. પ્રાથમિક તબક્કે મૃત યુવાન 20 દિવસની કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી અર્થે આવ્યો હોવાથી તે બિલ્ડિંગથી પૂરેપૂરો અજાણ હોવાનું લાગી રહ્યું છે. મધરાતે કોઈપણ સમયે લઘુશંકા કરવા માટે ઉંઘમાંથી ઉગ્યો હોય અને બીજા માળેથી નીચે લોખંડના સળીયા ઉપર પટકાયો હોવાનું પ્રાથમિક તારણ હોવાનું જણાવી પેથાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.