શોપિંગનુ વળગણ:મુંબઇની યુવતીને ઓનલાઇન શોપિંગનું વળગણ થતાં ઘર માથે લીધું

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાના મોબાઇલમાંથી ઓનલાઇન ખરીદી કરતી, પાસવર્ડ બદલતાં ધમાલ મચાવતી
  • જીવન આસ્થા હેલ્પલાઇનનો સંપર્ક કરી 4 સેશન બાદ યુવતીનું વળગણ છોડાવ્યું

મુંબઇની 23 વર્ષિય યુવતીના ઓનલાઇન શોપિંગના વળગણે આખુ ઘર ગાડુ કર્યુ હતુ. પિતાના મોબાઇલમાંથી વારંવાર નવી નવી ચીજવસ્તુઓની ખરીદી કરતી હતી. જ્યારે પિતાએ મોબાઇલમાં પાસવર્ડ બદલી નાખતા ઘરમા ધમાલ કરવા લાગી હતી. શરૂઆતમાં પિતાએ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની દિકરી નહીં માનતા જીવન આસ્થા હેલ્પ લાઇનની મદદ લીધી હતી. જેમા 4 સેશન પછી યુવતીને ઓનલાઇન શોપિંગનુ વળગણ છોડાવવામાંથી સફળતા મળી હતી.

લોકો મોબાઇલના રવાડે ચડી રીલ્સ બનાવવાના ચક્કરમા જીંદગી બગાડી રહ્યા છે. કેટલાક લોકો કામ ધંધો છોડીને રીલ્સ બનાવી કમાણી પણ કરે છે. ત્યારે મુંબઇમા રહેતી એક 23 વર્ષિય યુવતીને ઓનલાઇન શોપિંગનુ ઘેલુ લાગતા પિતાનુ એકાઉન્ટ ખાલી કરવા લાગી ગઇ હતી. માતા પિતા અને બે દિકરી સાથે રહેતો મધ્યમ વર્ગિય પરિવારમા પિતા જ આવકનુ સાધન છે. ખાનગી કંપનીમા નોકરી કરતા પિતા 23 વર્ષિય દિકરીના હાથમા મોબાઇલ આપતા હતા. પરંતુ ધીરેધીરે દિકરી ઓનલાઇન શોપિંગના રવાડે ચડી ગઇ હતી.

ન જોઇતી વસ્તુઓ પણ ઓનલાઇન મંગાવવા લાગી હતી. જેને લઇને પિતાએ દિકરી પાસેથી મોબાઇલ લઇ લીધો હતો અને પાસવર્ડ પણ બદલી નાખ્યો હતો. જેના કારણે ઓનલાઇનનુ ભૂત સવાર થઇ ગયેલી દિકરીએ ઘરમાં જ ઉત્પાત મચાવવાનુ શરુ કર્યુ હતુ. ઘરમાં તોડફોડ કરવા લાગી હતી. જેને લઇને પિતાએ જીવન આસ્થા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો.

શરુઆતમા યુવતી ફોન ઉપર વાત કરવા માટે પણ તૈયાર થતી ન હતી. પરંતુ ધીમેધીમે કાઉન્સેલર દ્વારા વાત માટે સમજાવી હતી. ત્યારબાદ અલગ અલગ દિવસે ચાર સેશન વાત કરવા માટે ગોઠવ્યા હતા. જેમાં યુવતીનુ વળગણ છોડાવ્યુ હતુ. જીવન આસ્થાની ટીમ દ્વારા યુવતીની ધોરણ 12મા અભ્યાસ કરતી બહેન સાથે પણ વાત કરવામા આવી હતી અને તેને પણ માર્ગદર્શન આપી તેની બહેન સાથે કેવી રીતે વાત કરવી તેની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...