તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાડોસીએ ધાડપાડી:પેથાપુરનાં વિરાજ એપાર્ટમેન્ટના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરનાર પાડોસી યુવાન જ નીકળ્યો, ત્રણ મિત્રો સાથે મળી ચોરી કરી હતી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીનો મેઇન્ટેનન્સનાં રૂપિયા ઉઘરાવીને સહમંત્રીએ તિજોરીમાં મૂક્યા હતા
  • લોકલ ક્રાઇમ બ્રાંચે પેથાપુરથી ચાર યુવાનોને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો

ગાંધીનગર પેથાપુરના વીરાજ એપાર્ટમેન્ટમાં થોડા દિવસો અગાઉ સહમંત્રીનાં બંધ મકાનનો ફાયદો ઉઠાવી ઘર નું તાળું તોડી અંદરથી રૂ. 70 હજાર રોકડની ચોરી કરી કરનાર ચાર યુવાનોને ઝડપી લઈ લોકલ ક્રાઇમ બ્રાંચ ધ્વારા ઊંડાણપૂર્વક પૂછતાંછ શરૂ કરતાં સહમંત્રીની પાડોસમાં રહેતા 26 વર્ષીય યુવાને જ તેના ત્રણ મિત્રો સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલવા પામ્યું છે.

ગાંધીનગરનાં પેથાંપુરમાં આવેલ વિરાજ એપાર્ટમેન્ટ મકાન નંબર A/104 માં રહેતા કમલેશભાઈ મહેતા નિવૃત જીવન વ્યતીત કરે છે. જેમના ધર્મપત્નીનું અવસાન થયેલું છે જ્યારે તેમનો પુત્ર શ્યામ સુકનમાં તેના પરિવાર સાથે રહે છે. અત્રેની સોસાયટીમાં એકલા રહેતા કમલેશભાઈ સોસાયટીના સહમંત્રી તરીકે ફરજ અદા કરી રહ્યા છે. જેનાં ભાગરૂપે સોસાયટીનાં 150 જેટલા સભ્યો પાસેથી મેઇન્ટેનન્સ રૂપે રૂ. 70 હજાર ઉઘરાવીને કમલેશભાઈએ પોતાના ઘરની તિજોરીમાં લટકાવેલ કોટનાં ખિસ્સામાં મૂક્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી તબિયત નાદુરસ્ત રહેતા તેઓ અમદાવાદ પોતાની બહેનના ઘરે સારવાર અર્થે બે દિવસથી ગયા હતા.

તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. રૂમની તિજોરીનું પણ તાળું તોડી તમામ કપડાં સહિતની ચીજો ફેંદી નાંખી કોટ માંથી રૂ. 70 હજારની રોકડ ચોરીને તસ્કરો સિફતપૂર્વક પલાયન થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં પેથાપુર પોલીસે ડોગ સ્કવોડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટને બોલાવી તપાસ શરૂ કરી હતી. ત્યારે ખાસ તાલીમ પામેલ કૂતરાને કોટનું ખિસ્સું સૂંઘાડવામાં આવ્યું હતું. જેથી કૂતરો તેમના ઘરથી નીકળી સોસાયટી વિસ્તારમાં ગોળ ગોળ કરી કમ્પાઉન્ડ પાસે અટકી ગયો હતો.

લોકલ ક્રાઇમ બ્રાંચનાં ઇન્સ્પેકટર એચ પી ઝાલાએ પણ ઉક્ત ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સ્ટાફના માણસોને કામે લગાડી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. ત્યારે પૂર્વ બાતમીના આધારે પેથાપુરનાં દીપેશ્વરી માતાના મંદિર નજીકથી રાહુલ ગૌતમભાઈ પરમાર (ઉ. 26,રહે. બ્લોક એ /103 વિરાજ એપાર્ટમેન્ટ પેથાપુર), વિશાલ હરગોવિંદ સિંહ ચૌહાણ (ઉ. 20, A/8,ગોપાલ નગર જ્યોતિરામ સોસાયટી, કઠવાડા, અમદાવાદ), મનીષ રામજીવન કેવટ (ઉ. 20, મકાન નં-293, ગુ. હા. સો નિકોલ) તેમજ સાગર શંકરભાઈ પરમાર (ઉ. 19, મકાન નં-151, ગુ. હા. સો, નિકોલ) ને ઝડપી લેવાયા હતા.

ઉક્ત યુવાનો પાસેથી ક્રાઇમ બ્રાંચને રૂ. 16 હજાર રોકડા તેમજ મોબાઇલ ફોન મળી આવ્યો હતો પરંતુ તે અંગે યુવાનો સંતોષજનક જવાબ આપી શક્યા ન હતા. જેનાં પરિણામે ઇન્સ્પેકટર ઝાલાએ આગવી રીતથી પૂછપરછ કરતાં માલુમ પડયું હતું કે, વિરાજ એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલ પરમારે જ તેના ત્રણ મિત્રો સાથે મળીને પાડોસી કમલેશભાઈ મહેતાના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હતી. જે ગુનામાં ચારેય યુવાનોની ધરપકડ કરી વધુ તપાસ પેથાપુર પોલીસ ધ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...