અકસ્માતે મોત:ગાંધીનગરના ઝાંક-કડાદરા રોડ ઉપર ટ્રકની ટક્કરથી ટાયર નીચે કચડાઈ જતા બાઈક સવાર યુવાનનું મોત

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકની ટક્કરથી બાઈક ટ્રકના આગળના ભાગે ફસાઈ ગયું હતું, કમર - પગ પરથી ટાયર ફરી ફળ્યું

ગાંધીનગરના ઝાંક-કડાદરા રોડ ઉપર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં યુવાન ઉછળીને રોડ પર પટકાઈને ટ્રકના ટાયર નીચે આવી જતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝાંક-કડાદરા રોડ ઉપર રાધે એસ્ટેટ નજીક એક્સીડન્ટ થયો
અમદાવાદના વહેલાલ ઉમંગ સોસાયટી ખાતે રહેતાં સૂરજ રામસજ વર્મા ઝાંક જી.આઈ.ડી.સી.માં નોકરી કરે છે. જ્યારે તેનો 19 વર્ષીય ભાઈ સુરેન્દ્ર વિનશ કંપનીમાં નોકરી કરતો હતી. ગઈકાલે સવારના રાબેતા મુજબ સૂરજ નોકરીએ ગયો હતો. ત્યારે રાત્રીના સમયે તેના મિત્ર રણજીત રાવળે​​​​​​​ ફોન કરીને કહેલું કે સુરેન્દ્રને ઝાંક-કડાદરા રોડ ઉપર રાધે એસ્ટેટ નજીક એક્સીડન્ટ થયો છે.

ટ્રકની ટક્કરથી બાઈક ટ્રકના આગળ ફસાઈ ગયું હતું
આથી બંને મિત્રો અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. જ્યાં સુરેંદ્ર ટ્રકના આગળના ભાગે પડ્યો હતો. અને તેનું બાઇક ટ્રકમાં ફસાયેલું હતું. તેમજ સુરેન્દ્રના કમર અને પગ પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. જ્યારે ટ્રકનો ચાલક નાસી ગયો હોવાનું માલુમ પડયું હતું. આથી ત્યાં હાજર લોકોને પૂછતાં સૂરજને ખબર પડી હતી ટ્રકે ટક્કર મારવાથી સુરેન્દ્ર નું બાઈક આગળના ભાગે નીચે ફસાઈ ગયું હતું.

દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ અકસ્માત થતાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. જેમાથી કોઈએ ફોન કરીને 108 એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. બાદમાં ગંભીર રીતે ઘાયલ સુરેન્દ્રને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે ફરજ પરના તબીબે સુરેન્દ્રને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...