તપાસ:અદાણીના CEOના ઘરે કામ કરતી મહિલાએ 21 હજાર ઉપાડી લીધા

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વયોવૃદ્ધ માતાની સારવાર માટે રાખેલી બાઇએ ઘરેથી એટીએમ કાર્ડની ચોરી કરી રૂપિયા ઉપાડી લીધા હતા

ખોરજ અદાણી શાંતિગ્રામમા રહેતા અને અદાણી ટોટલ પ્રાઇવેટ કંપનીમા સીઇઓના ઘરમા કામ કરતી કામવાળી બાઇએ ઘરમાંથી એટીએમ કાર્ડની ચોરી કરી રૂપિયા 21 હજાર ઉપાડી લેતા ફરિયાદ કરાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ સતિન્દ્રપાલસિંગ જગદીશસિંગ સિંગ (રહે, નોર્થ પાર્ક બંગલો, અદાણી શાંતિગ્રામ, ખોરજ. મૂળ રહે, નોઇડા, યુપી) બે વર્ષથી અદાણી ટોટલ પ્રાઇવેટ કંપનીમા સીઇઓ તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેમની સાથે વયોવૃદ્ધ માતા પણ રહે છે. જેમની સંભાળ રાખવા માટે જમનાકુમારી નારાયણ પરમાર (રહે, ભાટડા, જીલ્લો ડુંગરપુર)ને ચાર મહિનાથી નોકરીએ રખાઈ છે. જે વૃદ્ધ માતાની દવા અને બેંકના કામકાજ માટે લઇ જાય અને પાછા લાવવાની કામગીરી પણ કરે છે.

સીઇઓના ઘરે કામ કરતી મહિલા અને તેમની માતા દલજીતસિંગ અને જમનાકુમારી બપોરે ઘરે હતા. તે સમયે તેમની માતાએ દિકરાને કહ્યુ હતુ કે, મે બેંકમા પેન્શન માટે ફોન કરતા જાણવા મળ્યુ હતુ કે, મારા ખાતામાંથી 21 હજાર ઉપાડેલા છે. તે પણ જણાવ્યુ હતુ કે, અદાણી ટાઉનશિપમા આવેલા એસબીઆઇના એટીએમમાંથી ટુકડે ટુકડે ઉપાડ્યા છે.

જ્યારે દિકરાએ તેમની માતાને પૂછ્યુ કે તમે જમનાકુમારી સાથે નાણા ઉપાડવા ગયા હતા કે શુ ત્યારે ના પાડી હતી. પરંતુ ફરિયાદની વાત સાંભળી જમનાકુમારી ઘરેથી નિકળી ગઇ હતી. ત્યારબાદ એટીએમ પાસેના સીસીટીવી ચેક કરતા કામવાળી બાઇ જોવા મળી હતી. જેથી તેને ફોન કરતા તેને જરૂરિયાત હોવાથી ઉપાડવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...