કાર્યવાહી:મહિલા હોમગાર્ડે વકીલને કોર્ટ સામે કાર પાર્કિંગની ના પાડતા કાર ચડાવવાનો પ્રયાસ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોઇંગવાન ઘટનાસ્થળ પર આવે તે પહેલા વકીલ કારને રિવર્સમા લઇ હોમગાર્ડને ટક્કર મારી ત્યાંથી ભાગી ગયો

ગાંધીનગર કોર્ટમા કેદી પાર્ટીને લઇને આવતી પોલીસ વાન કોર્ટના દરવાજા પાસે પાર્ક કરાયા છે. પરિણામે ત્યા અન્ય કોઇ વાહન પાર્ક કરવા દેવામા આવતા નથી. શનિવારે એક વકીલ પોતાની કાર લઇને કેદી પાર્ટીના વાહન રાખવામા આવે છે. ત્યા કાર પાર્ક કરી હતી. જેન લઇને મહિલા હોમગાર્ડ કર્મીએ ના પાડતા વકીલે કાર રીવર્સમા લઇને હોમગાર્ડ ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો અને ટક્કર મારી ભાગી ગયો હતો.

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે બપોરના સમયે એક મહિલા હોમગાર્ડ કર્મચારી ગાંધીનગર કોર્ટ કચેરીના ગેટ નંબર 2 પાસે ફરજ બજાવી રહી હતી. ગેટ નંબર 2 ઉપર કાયમી હોમગાર્ડનો પોઇન્ટ મુકવામા આવ્યો છે. ત્યારે મોટાભાગના આરોપીઓ અને જેલમા બંધ રહેલા કેદીઓને તેમની મુદત દરમિયાન પોલીસની કેદી પાર્ટી પોલીસ વાહનમા લાવતા બે નંબરના દરવાજેથી કોર્ટમાં લઇ જવામા આવે છે. જેના માટે જગ્યા કેદી પાર્ટીના વાહન માટે જ મોટાભાગે નજીકમા મુકવામા આવે છે.

ગેટ નંબર 2 પાસે આજે શનિવારે બપોરના સમયે એક મહિલા હોમગાર્ડ કર્મચારી ફરજ બજાવી રહી હતી. તે દરમિયાન એક વકીલ કાર લઇને આવ્યો હતો અને કાર કેદી પાર્ટીના વાહન મુકવામા આવતી જગ્યા ઉપર મુકવા જઇ રહ્યો હતો. તે સમયે મહિલા હોમગાર્ડે વકીલને તેમની કાર અન્ય જગ્યાએ પાર્ક કરવાનુ કહ્યુ હતુ. પરંતુ વકીલ કાયદાનો જાણકાર હોવાના કારણે અડીંગો જમાવ્યો હતો. તે સમયે મહિલા કર્મચારીએ ટોઇંગવાનને કોલ કર્યો હતો અને સામેથી જવાબ મળ્યો હતો કે, વકીલને જવા દેતા નહિ.

આ બાબતે વકીલે પિત્તો ગુમાવતા ટોઇંગવાન આવે તે પહેલા કારને રીવર્સમાં લીધી હતી અને પાસે ઉભી રહેલી મહિલા હોમગાર્ડ કર્મી ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. વકીલ કાર લઇને ભાગી ગયો હતો, પરંતુ મહિલા હોમગાર્ડ કર્મીને શરીરે અને કમરના ભાગે ઇજાઓ થતા ગાંધીનગર સિવિલ ખસેડાઈ હતી. જોકે, આ બાબતે કોઇ પોલીસ ચોપડે નોંધ પડી નથી.

અન્ય સમાચારો પણ છે...