મતદાન જાગૃતિ:ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કાલે મતદાન જાગૃત્તિ રેલી યોજાશે, બે હજાર બાળકો જોડાશે

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લાના મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ અર્થે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આવતીકાલે તા. 26મી નવેમ્બરના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનો પ્રારંભ આર.જી. કન્યા વિદ્યાલય, કડી સંકુલ, સેકટર- 23, ગાંધીનગર ખાતેથી સવારે 9 વાગ્યાથી થશે.
મતદાન જાગૃત્તિ રેલીનું આયોજન
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત જિલ્લાના નાગરિકોમાં મતદાન જાગૃતિ ફેલાય તે માટે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને SVEEP-સ્વીપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આવતીકાલે તા. 26મી નવેમ્બરના રોજ મતદાન જાગૃત્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંકુલના આર.જી. કન્યા વિદ્યાલયના ગેટ નંબર- 7 ખાતેથી સવારે 9 કલાકે નીકળશે. ત્યારબાદ આ રેલી ઘ-6 સર્કલ થી ઘ-5 સર્કલ જશે અને ત્યાંથી આર.જી. કન્યા વિદ્યાલયના ગેટ-7ખાતે પરત આવશે.
મતદાન જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવશે
આ રેલીમાં અંદાજે બે હજાર જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થશે. રેલી દરમ્યાન બાળકો મતદાન જાગૃત્તિ અર્થે બેનર લઈને ચાલશે તેમજ મતદાન જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવશે.ગાંધીનગર જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પણ શાળાનાં બાળકો દ્વારા આ પ્રકારની મતદાર જાગૃતિ રેલી સ્થાનિક કક્ષાએ યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...