તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વર્ચ્યુઅલ વિજ્ઞાન સફર કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા આયોજન

ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગ,ગુજરાત સરકાર પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ વર્ષે કોવીડ-19ની પરિસ્થિતિ ને કારણે વર્ચુઅલ વિજ્ઞાન સફર કાર્યક્રમનું આયોજન કરાયુ છે.

વર્ચુઅલ વિજ્ઞાન સફર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં આવતા હોય તેવા પ્રયોગો, વિવિધ વર્કશોપ જેવા કે મોડેલ રોકેટરી વર્કશોપ,એરો મોડેલીંગ વર્કશોપ, મેચ સ્ટીક મોડેલ મેકિંગ વર્કશોપ,ફન વિથ કેમેસ્ટ્રી, ફન વિથ ફીઝીક્સ, ફન વિથ મેથ્સ, વૈજ્ઞાનિક રમકડા બનાવવાનો વર્કશોપ જેવા કાર્યક્રમો ઉપરાંત સાયન્ટીફીક સ્ટોરી ટેલીંગ જેવા કાર્યક્રમોનું આયોજન ઓનલાઈન કરાશે.

ગાંધીનગર જીલ્લાની જે શાળાઓને પોતાની શાળાના વિદ્યાર્થીઓ માટે વર્ચુઅલ વિજ્ઞાન સફર કાર્યક્રમનું આયોજન કરવું હોય તેમણેે નિસર્ગ સાયન્સ સેન્ટરના કો-ઓર્ડીનેટર હાર્દિક મકવાણા, 9426451102, શિવાંગ પટેલ,9099382936, ધવલ પટેલ 7878552295 પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...