અકસ્માત:ઝુંડાલ કેનાલ પાસે વાહને બાઇક-ચાલકને ટક્કર મારતા મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ચાંદખેડામા રહેતા વૃદ્ધ પોતાનુ બાઇક લઇને વિજાપુર સામાજીક કામે જઇને ઘરે પરત આવી રહ્યા હતા. તે દરમિયાન અડાલજથી ઝુંડાલ તરફ જતા વચ્ચે આવતી નર્મદા કેનાલ પાસે અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને ટક્કર મારતા રોડ ઉપર પટકાયા હતા. તે સમયે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલમાં ખસેડાયા હતા. જ્યા તેમનુ મોત થયુ હતુ. મૃતકના પુત્રએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ કરતા કાર્યવાહી હાથ ધરી હતી.

જયંતિલાલ સોલંકી (રહે, અનમોલ રેસીડેન્સી, ચાંદખેડા) ગત મોડી સાંજે પોતાનુ બાઇક લઇને વિજાપુર સામાજિક કામે ગયા હતા. ત્યારબાદ ઘર તરફ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન અડાલજ તરફથી ઝુંડાલ તરફ જતા રોડ ઉપર બ્રિજ પહેલા અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા ચાલકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માતની જાણ થતા લોકો દોડી આવ્યા હતા અને 108ને ફોન કરતા આવી પહોંચી હતી.દરમિયાન અકસ્માતની જાણ ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર નિલેશને થતા તે દોડી આવ્યો હતો અને તેના પિતાને ગાંધીનગર સિવિલમાં લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...