તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડેપોઝિટિવ:પર્યાવરણ પ્રેમીની અનોખી પહેલ, વૃક્ષના થડમાંથી લોખંડના ખીલા કાઢીને છાણ લગાવ્યું

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વૃક્ષ ઉપર લાગેલા લોખંડના ખીલાને કાઢવામાં આવ્યા - Divya Bhaskar
વૃક્ષ ઉપર લાગેલા લોખંડના ખીલાને કાઢવામાં આવ્યા
 • વૃક્ષના થડમાંથી લોખંડના ખીલા નહીં કાઢવાથી સુકાઇ જાય છે

પર્યાવરણ પ્રેમીએ નાતાલ પર્વની ઉજવણી અનોખી રીતે કરી છે. જેમાં વૃક્ષ ઉપર લાગેલા લોખંડના ખીલાને કાઢવામાં આવ્યા હતા. સંસ્કાર ગૃપ દ્વારા અત્યાર સુધી 60 જેટલા વૃક્ષોમાંથી ખીલા કાઢીને સુકાતા બચાવ્યા છે. લોખંડના ખિલાના કાટથી વૃક્ષ ધીમે ધીમે સુકાઇ જાય છે. રાજ્યના પાટનગરને હરીયાળું બનાવવા માટે ઠેર ઠેર વૃક્ષોના રોપાણી વાવણી કરીને ઉછેર્યા છે. પરંતુ નગરના અમુક લોકો પોતાના વેપાર-ધંધાની જાહેરાત માટે પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે. જેને પરિણામે વૃક્ષોના થડમાં ખીલી મારીને પોતાના ધંધા રોજગારની જાહેરાતના બોર્ડ લગાવતા હોય છે. ઉપરાંત ઘણાં વેપારીઓ વૃક્ષા થડમાં તાર બાંધીને બેનર લગાવતા હોય છે. જોકે વૃક્ષનું થડ મોટું થતાં લગાવેલા ખીલા અંદર જાય છે.

લોખંડના ખીલાને કાટ લાખતા વૃક્ષના થડમાં સડો થવાથી વૃક્ષો સુકાઇ જવાની શક્યતા રહેલી છે. ત્યારે વૃક્ષોની જાળવણી માટે સદાય કાર્યક્રમો કરીને લોકોને પર્યાવરણનો સંદેશ આપતી સંસ્કાર ગૃપ ગાંધીનગર સંસ્થાના તુષારભાઇ દવે દ્વારા વૃક્ષોના થડમાંથી ખીલા કાઢવાની કામગીરી છેલ્લા 15 વર્ષથી કરી રહ્યા છે. તેમાં તાજેતરમાં નાતાલ પર્વની ઉજવણી વખતે સેક્ટર-7ના બગીચા તેમજ આસપાસના વિસ્તારના વૃક્ષોના થડમાંથી ખીલા કાઢ્યા હતા. ઉપરાંત તેઓ અમદાવાદ, મેમદાવાદ, ખેડા, આણંદ સહિતની જગ્યાએ પણ વૃક્ષો ઉપર લાગેલા ખીલા કાઢ્યા હોવાનું તુષારભાઇએ જણાવ્યું છે.

એક વૃક્ષ માનવીના જીવનમાં કેટલું ઉપયોગી હોવા છતાં લોકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ તેના ઉછેર કે જાળવણી માટે કોઇ કામ કરતા નથી. ત્યારે પર્યાવરણ પ્રેમીએ લોકોને વૃક્ષોને ઉછેરીવાની સાથે સાથે તેનું જતન કરવા પણ અપીલ કરી છે.નોંધનીય વાત એ છે કે, સંસ્કાર ગૃપ દ્વારા અત્યાર સુધી 60 જેટલા વૃક્ષોમાંથી ખીલા કાઢીને સુકાતા બચાવવામાં આવ્યા છે. આ સાથે વૃક્ષોનું જતમ કરવાની પણ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો