તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદાય સમારંભ:વહેલાલના નિવૃત્ત શિક્ષિકાનો અનોખો વિદાય સમારંભ યોજાયો

વહેલાલ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીન જાજમ બિછાવી પુષ્પવર્ષા , બેન્ડવાજા, પરેડથી વિદાય અાપવામાં આવી: શાળાને 25 હજારનું દાન આપ્યું

િવશ્વ મહિલા દિન પૂર્વે વહેલાલ એ.એચ.શાહ વિદ્યાવિહારની મહિલા શિક્ષિકાનું માત્ર ફૂલહાર, શાલ ઓઢાડીને નહિ પરંતુ કોઈ રાજનૈતિક નેતા,મહાનુભવોનું જે રીતે જાજમ બિછાવી પુષ્પવર્ષાથી આદર કરવામાં આવે છે તેજ રીતે નિવૃત્ત શિક્ષિકાનું ગ્રીન જાજમ બિછાવી,ગુલાબની પાંદડીની વર્ષા તેમજ બેન્ડવાજા સાથે વિદાય સમારંભ યોજાયો હતો. એ.એચ.શાહ વિદ્યાવિહારમાં 35 વર્ષ સુધી શિક્ષણ આપનાર જયશ્રીબેન હર્ષદભાઈ પટેલ વય મર્યાદાથી નિવૃત્ત થતા શાળા સંચાલકોએ ભવ્યતાથી વિદાય આપી.

નિવૃત્ત શિક્ષિકાના વિદાય સમારંભમાં શાળા સંકુલના પર્વેશદ્વારમાં ગ્રીન જાજમ બિછાવી પુષ્પ વર્ષા, બેન્ડવાજા તેમજ પરેડ દ્વારા આદર કરવામા આવ્યો હતો બાદમાં શાળાના હોલમાં શાળા સંચાલકો,શિક્ષકગણ, વિધાર્થીઓ તેમજ સ્વજનો દ્વારા પુષ્પહાર, શાલ ઓઢાડી તેમજ ગિફ્ટ અર્પણ કરી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.આ પ્રસંગે નિવૃત શિક્ષિકા તેમજ મહાનુભાવોએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યા હતા. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષિકાએ અગાઉના નિવૃત્તસહ શિક્ષકોને આમંત્રિત કર્યા હતા.શાળા સંચાલકોએ અગાઉના નિવૃત શિક્ષકોનું પણ સન્માન કર્યુ હતુ. વિદાય લેતા શિક્ષિકાએ અગાઉ બે લાખના કમ્પ્યુટર વવહેલાલ કેળવણી મંડળને દાનમાં આપ્યા હતા. તેમજ શાળાને 25 હજારનું દાન આપી શાળાના વિધાર્થીઓને પ્રીતિ ભોજન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...