ટ્વિટર અભિયાન:જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કાલથી ટ્વિટર અભિયાન શરૂ કરાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સરકારી કર્મચારીઓ ટ્વીટ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરશે

દેશના અલગ અલગ રાજ્યો જૂની પેન્શન યોજના લાગુ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર તેની અમલવારી કરે તે માટે રાજ્યભરના તમામ કર્મચારીઓ 25મીને મંગળવારે ટ્વીટર અભિયાન ચલાવશે. ટ્વીટર ઉપર ટ્વીટ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓ માંગણી કરવામાં આવશે.

રાજ્ય સરકાર જુની પેન્શન યોજના લાગુ કરવા માટે મગનું નામ મરી પાડતું નથી. જ્યારે પડોશી રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે કર્મચારીઓમાં માંગ ઉઠવા પામી છે. જેના માટે કર્મચારીઓએ દ્વારા તાલુકાકક્ષાથી લઇને દેશ કક્ષાના વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ઉપરાંત રેલી, ધરણાં, કાળીપટ્ટી ધારણ, સૂત્રોચાર સહિતના વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવામાં નહી આવતા રાજ્યભરના કર્મચારીઓ હવે ટેકનોલોજીની મદદથી જૂની પેન્શન યોજનાની માંગણી કરવામાં આવશે.

જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્યભરના કર્મચારીઓ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરશે. જેમાં જુની પેન્શન યોજના લાગુ કરવા માટે તારીખ 25મી, મંગળવાર પડતર દિવસે રાજ્યભરના કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે ટ્વીટર ઉપર ટ્વીટ કરીને લડત આંદોલન ચલાવશે.

ટ્વીટર ઉપર જૂની પેન્શન લાગુ કરવા માટે અલગ અલગ સ્લોગન લખવામાં આવશે. ઉપરાંત વિવિધ પોસ્ટર, અન્ય રાજ્યો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાના આદેશની નકલો, મુખ્યમંત્રી અને મંત્રીઓના નિવેદનના વિડિયો સહિતની વસ્તુઓ અપલોડ કરવામાં આવશે. જોકે જૂની પેન્શન યોજના લાગુ કરવાના આ અભિયાનને કેટલો પ્રતિસાદ મળે છે તે તો આગામી સમય જ બતાવશે. જોકે વિધાનસભાની ચુંટણીની જાહેરાત થાય તે પહેલાં રાજ્ય સરકાર જૂની પેન્શન યોજના અમલીકરણની જાહેરાત કરશે તેવો આશાવાદ પણ કર્મચારીઓએ વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકાર તેની અમલવારી કરે તે માટે રાજ્યભરના તમામ કર્મચારીઓ 25મીને મંગળવારે ટ્વીટર અભિયાન ચલાવશે.

અન્ય સમાચારો પણ છે...