કોણ કોને આપશે ટક્કર?:ગાંધીનગર જિલ્લાની 5 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, કલોલ બેઠક પર કોંગ્રેસનો તો ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપનો દબદબો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની 5 બેઠક પર ત્રિપાખીયો જંગ જામશે.

કલોલ બેઠક પર કોંગ્રેસનો દબદબો
ગાંધીનગરમાં વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો સીમાંકન બદલાયા પછી બે પટેલ, એક ઠાકોર, એક ક્ષત્રિય અને એક ચૌધરીને ટિકિટ આપવાની પરંપરા રહી છે. વર્ષ 2017ની ચૂંટણી ઉપર નજર કરીએ તો કલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષનો દબદબો જોવા મળી રહ્યો છે, પરંતુ આ વખતે બેઠક પર ત્રિકોણીયો જંગ રહેવાનો છે. કલોલ બેઠક પર વર્ષ 1990થી ભાજપ પક્ષે ત્રણ વખત અને કોંગ્રેસ પક્ષે ચાર વખત જીત હાંસલ કરી છે. જોકે, ગત વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે બળદેવજી ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપ પક્ષે ડૉ. અતુલ પટેલને મેદાને ઉતાર્યા હતા, પરંતુ જાતિગત સમીકરણના આધારે આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો વિજય થયો હતો. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી ગાંધીનગર જિલ્લાનો રાજકીય ઇતિહાસ...

અન્ય સમાચારો પણ છે...