આયોજન:ગાંધીનગર તાલુકાના સોનારડાની પ્રાથમિક શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના ગાંધીનગર તાલુકાના સોનારડા ગામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ આંગણવાડીના કાર્યકરો તેમજ સ્વામી વિવેકાનંદ બોર્ડના યુવાનો સહિતે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે જીગરભાઇ ઇમાનદાર, હરીશભાઇ મચ્છર, સંયોજક ભુલાભાઇ દેસાઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...