તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી કેમ્પ:જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોને શહેરની શાળા માટે બદલી કેમ્પ યોજાશે

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાફેર ઇચ્છતા શિક્ષકોએ 17મી, જૂન સુધી અરજી કરવાની રહેશે

રાજ્યના અન્ય જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ગાંધીનગર શહેરી શાળાઓમાં જવા માટે જિલ્લાફેર બદલીનો લાભ મળશે. જેના માટે જે તે જિલ્લાના શિક્ષકોએ 17મી, જૂન-2021 સુધીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારીને અરજી કરવાની રહેશે.

રાજ્યના અન્ય જિલ્લામાં કે મહાનગર પાલિકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોને પણ હવેથી રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરી પ્રાથમિક શાળામાં જવાનો લાભ આપવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરની પ્રાથમિક શાળાઓમાં આવવા માટે અન્ય કોઇ જ વિકલ્પ નહી હોવાથી અન્ય જિલ્લાના શિક્ષકોને અન્યાય થતો હતો. જોકે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે આદેશ કર્યો છે કે ચાલુ વર્ષે જિલ્લા ફેરબદલી ગત તારીખ 7મી, જૂનના રોજ જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવા જણાવ્યું હતું. પરંતુ ગાંધીનગરના શાસનાધિકારીને અન્ય જિલ્લાના શિક્ષકોની મળેલી જિલ્લા ફેરબદલીની અરજીઓ અને નિયામક કચેરીને મળેલી શિક્ષકોની રજુઆતો કરી હતી.

આથી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ગત તારીખ 15મી, ડિસેમ્બર-2020ના રોજ પરિપત્રથી આપેલી સુચનાઓની જાણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓને થઇ નહી. આથી ગાંધીનગર શહેરી પ્રાથમિક શાળાઓમાં જવા માંગતા શિક્ષકોનો જિલ્લાફેર બદલી કેમ્પને સ્થગિત રાખવામાં આવ્યો હતો. ગાંધીનગર શહેરની પ્રાથમિક શાળાઓમાં જિલ્લા ફેરબદલીની અરજી કરવાથી વંચિત રહેલા શિક્ષકોને ન્યાય મળે તે માટે અરજી કરવાની સમય મર્યાદમાં વધારો કરવાનો આદેશ પ્રાથમિક નિયામકે કર્યો છે. રાજ્યના જે જિલ્લાઓના ડીપીઇઓ અને મહાનગર પાલિકાના શાસનાધિકારીઓને મળેલી અરજીઓની ચકાસણી કરીને તારીખ 19મી, જૂન સુધીમાં ગાંધીનગર શાસનાધિકારીની કચેરી જમા કરાવવાનો પણ આદેશમાં ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...