• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Total Of Over 3.33 Lakh Voters In The Age Group Of 30 To 39 Years In The Five Assembly Constituencies Of Gandhinagar, Accounting For Over 18 Per Cent Of The Total Voter Turnout.

વિધાનસભા ચૂંટણી:ગાંધીનગરની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં 30 થી 39 વર્ષની વયનાં કુલ 3.33 લાખથી વધુ મતદારો, કુલ મતદાનમાં 18 ટકાથી વધુ હિસ્સો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં 30થી 39 વર્ષની વય ધરાવતા મતદારોની સંખ્યા 3,33,715 થવા જાય છે. જ્યારે 80 વર્ષથી વધુ વય ધરાવતા 24,279 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ જ રીતે કુલ મતદારોના 1.50 ટકા મતદારો કે જેઓ 18 થી 19 વર્ષની વયજૂથના છે.તેવા આશરે 27,599 મતદારો પ્રથમ વખત મતદાન કરીને લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીમાં સહભાગી બનશે.

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ- 13,25,604 મતદારો નોંધાયેલા છે. ગાંધીનગર જિલ્લામાં મતદાન કરવાની ઉંમરથી એક દાયકા મુજબ જોઇએ તો 30 થી 39 વર્ષની વય ધરાવતા મતદારોની સંખ્યા સૌથી વધુ 3,33,715૩ એટલે કે કુલ મતદારોના 18.18 ટકા હિસ્સો આ વય જૂથમાં સમાવેશ થતા મતદારોનો થાય છે. આ ઉપરાંત 18-19 વર્ષની વય ધરાવતા અને પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા 27,599 છે. જે કુલ મતદારોના 1.50 ટકા હિસ્સો ધરાવે છે.

જ્યારે 20 થી 29 વર્ષની વય મર્યાદામાં આવતા મતદારો 2,66,668 છે. જે કુલ મતદારોમાં 14.52 ટકા હિસ્સો ધરાવે છે.આ જ રીતે 40-49 વર્ષની ઉંમર ધરાવતા મતદારો કુલ મતદાનમાં 14.54 ટકા મતદાનનો હિસ્સો ઘરાવે છે. જેમની સંખ્યા 2,66,995 જેટલી થાય છે. બીજી તરફ, 50 થી 59 વર્ષની વય ધરાવતા કુલ 2,08,328 મતદારો કુલ મતદાનમાં 11.35 ટકા હિસ્સો ઘરાવે છે. જ્યારે 60 થી 69 વચ્ચેની વયના 1,33,663 મતદારો અને 70- 79 વયના 64,366 મતદારો નોંધાયેલા છે. જેઓ કુલ મતદાનમાં અનુક્રમે 7.28 ટકા અને 3.51 ટકા હિસ્સો ઘરાવે છે. આ સાથે જ 80 વર્ષથી ઉપરની વયના કુલ મતદારો 24,279 છે. જે કુલ મતદાનમાં 1.32 ટકા હિસ્સો ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...