તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજ ફળી:અષાઢી બીજે ગાંધીનગરમાં કુલ 20 કરોડનાં 664 વાહનોનું વેચાણ કરાયું

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3.50 કરોડના ટુ વ્હીલર, 16 કરોડના 4 વ્હીલર, 16 લાખની 8 રિક્ષાનંુ વેચાણ થયુ
  • વાહન કંપનીઓને અષાઢી બીજ ફળી : ગત વર્ષે કોરોનામાં ધંધો ચોપટ થઈ ગયો હતો પરંતુ આ વર્ષે સરેરાશ વેચાણમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો

ગુજરાતીઓ નવુ ખરીદવા માટે સારા દિવસની પસંદગી કરતા હોય છે. વર્ષ દરમિયાન અનેક દિવસો એવા હોય છે, જેમા મુહુર્ત જોવામા આવતુ નથી. જેમા અષાઢી બીજ દિવસનો પણ સમાવેશ થાય છે. આજે ગાંધીનગરાઓએ 20 કરોડના 664 નવા ટુ, થ્રી અને ફોર વ્હીલર વાહનોની ખરીદી કરી હતી.

અષાઢી બીજના દિવસે ગાંધીનગરાઓએ મન લગાવીને ખરીદી કરી હતી. કોરોના કાળ બાદ ઠપ્પ થઇ ગયેલા ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે સારા દિવસો જોવા મળ્યા હતા. ગત વર્ષે કોરોના કાળ અને લોકડાઉન વચ્ચે નગરજનો ખરીદી કરી શક્યા ન હતા, તેનુ આ વર્ષે સાટુ વાળી દીધુ હતુ. વણજોયેલા મુહુર્તમા અષાઢી બીજના દિવસનો સમાવેશ થાય છે. ત્યારે આજે એક જ દિવસે 20 કરોડના વાહનો વેચાયા હતા. હરસોલીયા બ્રધર્સના માલિક અર્ષદ હરસોલીયાએ કહ્યુ હતુ કે, ચાલુ વર્ષે અમારે 70 ટકા વાહનો વધુ વેચાયા છે.

ગત વર્ષે કોરોનામા ધંધો ચોપટ થઇ ગયો હતો. ચાલુ વર્ષે સારુ વેચાણ થયુ છે.ગાંધીનગરમા આ વર્ષે સરેરાશ 35 ટકાનો વધારો જોવા મળ્યો છે. શહેરમા આવેલા થ્રી વ્હીલરના શો રૂમ સાબર બજાજમાંથી 8 રીક્ષાનુ વેચાણ થયુ હતુ. જ્યારે ટુ વ્હીલરમા બંસરી બજાજમાંથી 100, રોયલ મોટર્સ 200, રોયલ અનફીલ્ડ 10, સુઝુકી 6 અને હીરો 180 સહિત કુલ 3.50 કરોડના 496 ટુ વ્હીલરનુ વેચાણ થયુ હતુ. જ્યારે ફોર વ્હીલરમા હરસોલીયા મોટર્સમાથી 45 કાર, પંજાબ હ્યુંડાઇ 40 કાર, મારૂતિ સુઝુકી 60 કાર અને કીયા મોટર્સમાંથી 15 કારનુ વેચાણ થતા કુલ 16 કરોડની 160 કારનુ વેચાણ થયુ હતુ. ગાંધીનગરમા કુલ 20 કરોડના 664 વાહનોનુ વેચાણ થતા ઓટોમોબાઇલ ક્ષેત્રે સારા દિવસો જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...