તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં 686 કેસ:સોમવારે કુલ 66, ગાંધીનગરમાં 47 નવા કેસ નોંધાયા; મનપા વિસ્તારમાં 6 સહિત 10 મોત

ગાંધીનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધુ 36 લોકો કોરોનામુક્ત, દોઢ માસ અગાઉ એક્ટિવ કેસ 202 હતા જ્યારે સોમવારે 609 થયા
 • 20 માર્ચે ચૂંટણી જાહેર થઈ હતી , સોમવાર સુધીના 18 દિવસમાં કુલ 838 કેસના 81% કેસ પાટનગરમાં

જિલ્લાની વધુ 66 વ્યક્તિઓ કોરોનામાં સપડાતા અત્યાર સુધીમાં કુલ આંકડો 9246 થયો છે. તેમાંથી મનપા વિસ્તારમાંથી માત્ર ચોવીસ કલાકમાં વધુ 47 કેસ નોંધાયા અને સારવાર દરમિયાન વધુ 6 દર્દીઓના મોત નિપજ્યા છે. જોકે ચુંટણી પ્રચારમાં રંગ પકડે તે પહેલાં મનપા વિસ્તારમાં કોરોનાએ રંગ પકડતા દિવસે દિવસે પોઝિટિવ કેસ વધી રહ્યા છે. જે આગામી સમયમાં સુનામી સમાન સાબિત થાય તેવી શક્યતા રહેલી છે.

ગત રવિવારે હોસ્પિટલમાં સારવાર લેતા 12 દર્દીઓના મોત બાદ બીજા દિવસ સોમવારે વધુ 10 દર્દીઓના મોતથી કુલ આંકડો 681એ પહોંચ્યો છે. તેમાં 44 અને 45 વર્ષીય બે યુવાનો, 7 વૃદ્ધો અને 1 આધેડ વયના દર્દીનો સમાવેશ થાય છે. જોકે મોતનું સાચુ કારણ તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટ બાદ ખબર પડશે. જોકે કોરોનાના વધતા જતા કેસને પગલે માત્ર દોઢ માસમાં જ જિલ્લાના એક્ટિવ કેસ ચાર ગણા વધી ગયા છે. દોઢ માસ અગાઉ એક્ટિવ કેસ 202 હતા જ્યારે સોમવારે એક્ટીવ કેસ 609 થયા છે. હોસ્પિટલમાં સારવારને અંતે વધુ 36 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી જિલ્લાની 7956 વ્યક્તિઓએ કોરોનાને હરાવવામાં સફળ રહી છે. સંક્રમિતોમાં એડવોકેટ, ક્લાર્ક, ડ્રાઇવર, ઓફિસર, વેપારી, ગૃહિણી, ખેડુત, વિદ્યાર્થી સહિતનો સમાવેશ થાય છે. તમામ દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

મનપા વિસ્તારમાંથી 22 પુરુષ, 25 સ્ત્રીને કોરોના
મનપા વિસ્તારમાંથી ભાટની 60 વર્ષીય ગૃહિણી, પેથાપુરમાંથી 40 વર્ષીય અને 49 વર્ષીય યુવાનો, 20 વર્ષીય વિદ્યાર્થીની, 44 વર્ષીય ગૃહિણી, 64 વર્ષીય વૃદ્ધ, રાયસણના 49 વર્ષીય યુવાન, સરગાસણમાંથી 27 વર્ષીય ગૃહિણી, 38 વર્ષીય યુવાન, વાવોલમાંથી 58 વર્ષીય આધેડ, 27 વર્ષીય યુવાન, 50 વર્ષીય ગૃહિણી, ઝુંડાલનો 25 વર્ષીય વિદ્યાર્થી, સે-12માંથી 47 વર્ષીય મહિલા, 61 વર્ષીય વૃદ્ધો, 49 વર્ષીય એડવોકેટ, સે-16માંથી 41 વર્ષીય મહિલા એડમિનિસ્ટ્રેટીવ, 44 વર્ષીય ગૃહિણી, સેક્ટર-14માંથી 30 વર્ષીય મુખ્ય સેવિકા, 62 વર્ષીય વૃદ્ધ, 53 વર્ષીય ગૃહિણી, સે-6ની 72 વર્ષીય મહિલા, સે-13ની 55 વર્ષીય ગૃહિણી, સેક્ટર-5ના 56 વર્ષીય આધેડ, સે-26માંથી 40 વર્ષીય મહિલા, 57 વર્ષીય શિક્ષક, 67 વર્ષીય, 52 વર્ષીય, 56 વર્ષીય ત્રણ મહિલાઓ, સે-2માંથી 58 વર્ષીય ગૃહિણી, 70 વર્ષીય વૃદ્ધ, 55 વર્ષીય ઓફિસર, 62 વર્ષીય ગૃહિણી, 43 વર્ષીય યુવાન, સે-22માંથી 65 વર્ષીય વૃદ્ધ, 43 વર્ષીય ક્લાર્ક, સે-23માંથી 40 વર્ષીય કમાન્ડો, 69 વર્ષીય મહિલા, 48 વર્ષીય ગૃહિણી, સે-29ના 46 વર્ષીય ડ્રાઇવર, સે-21ના 48 વર્ષીય ક્લાર્ક, સેક્ટર-30માંથી 55 વર્ષીય આધેડ, 63 વર્ષીય વેપારી, 55 વર્ષીય ગૃહિણી, સેક્ટર-24ની 65 વર્ષીય ગૃહિણી કોરોનામાં સપડાઇ છે.

ગાંધીનગર અને કલોલમાંથી 5-5 કેસ , દહેગામમાંથી 8 અને માણસામાંથી 2 કેસ
તાલુકામાંથી અડાલજની 33 વર્ષીય ગૃહિણી, છાલાની 23 વર્ષીય વિદ્યાર્થીની, ઉનાવામાંથી 43 વર્ષીય યુવાન, 15 વર્ષીય વિદ્યાર્થી, 18 વર્ષીય વિદ્યાર્થીને કોરોના કલોલ તાલુકામાંથી 5 કેસમાં બાલવાનો 24 વર્ષીય યુવાન, ધાનજના 56 વર્ષીય વેપારી, સાંતેજનો 21 વર્ષીય યુવાન, નગરપાલિકા વિસ્તારમાંથી 66 વર્ષીય વેપારી, 38 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયો છે. દહેગામ તાલુકામાંથી નવા 8 કેસમાં ધારીસણાનો 34 વર્ષીય યુવાન, મોટા જલુન્દ્રાનો 37 વર્ષીય યુવાન, નાંદોલનો 38 વર્ષીય યુવાન, સાણોદામાંથી 40 વર્ષીય ગૃહિણી, 40 વર્ષીય અને 56 વર્ષીય બે ખેડુતો, વાસણા ચૌધરીમાંથી 80 વર્ષીય ખેડુત, 17 વર્ષીય વિદ્યાર્થીની કોરોનામાં સપડાઇ છે. માણસા તાલુકામાંથી બે કેસમાં બાપુપુરાની 72 વર્ષીય અને બોરૂની 20 વર્ષીય ગૃહિણીઓ કોરોનામાં સપડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો