ગાંધીનગર કોરોના LIVE:જિલ્લામાં રવિવારે કોરોનાના 54 કેસ નોંધાયા, 169 દર્દીઓ કોરોનાના ચેપથી મુક્ત થયા

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 127 સેન્ટર પર ગઈકાલે ફક્ત 23 લાભાર્થીઓનું જ રસીકરણ

ગાંધીનગર જિલ્લામાં ગઈકાલે રવિવારે ગ્રામ્યમાં 26 અને શહેરમાં 28 એમ મળીને કુલ 54 કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 169 દર્દીઓ કોરોના ચેપથી મુક્ત થયાં હતા. જ્યારે 127 સેન્ટરો પરથી માત્ર 23 લાભાર્થીઓએ જ કોરોના રસીકરણ કરાવ્યું છે.

ગાંધીનગર જિલ્લામાં કોરોના વિદાય લેવાની તૈયારીમાં હોય એમ છેલ્લા સપ્તાહથી કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે પણ જિલ્લામાં માત્ર 54 કેસ નોંધાયા છે. જેની સામે 169 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા.

ગઈકાલે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 26 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જેની સામે 54 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લીધી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 23 દર્દીઓ હોમ આઈસોલેશનમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

એ જ રીતે કોર્પોરેશન વિસ્તારમાં પણ માત્ર 28 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેની સામે 115 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આમ જિલ્લામાં કુલ 54 કોરોના દર્દીઓની સામે 169 દર્દીઓ ચેપમુક્ત થયા છે. બીજી તરફ ગઈકાલે ગાંધીનગર જિલ્લાના 127 સેન્ટરો પરથી માત્ર 23 લાભાર્થીએ જ કોરોના રસી મુકાવી છે. અત્યાર સુધીમાં 9 લાખ 1 હજાર 680 લાભાર્થીને સેકન્ડ ડોઝ તેમજ 9 લાખ 46 હજાર 609 લાભાર્થી ને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. આ સિવાય 38 હજાર 596 લાભાર્થીને પ્રિકોશન ડોઝ આપીને કોરોના રોગથી સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...