કોરોના બેકાબૂ:વધુ 53 લોકો પોઝિટિવ, 24 કલાકમાં જિલ્લાના 3 સહિત કુલ 5 દર્દીના મોત

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને હરાવવામાં વધુ 42 દર્દી સફળ થતાં કુલ કોરોનામુક્ત 5766
  • કલોલ તાલુકામાં સોમવારે એકેય કેસ નહીં નોંધાતા હાશકારો

જિલ્લામાં નવા 53 કેસ નોંધાતા કુલ આંકડો 6932એ પહોંચ્યો છે. જોકે સોમવારે કોરોનાથી સંક્રમિત જિલ્લાની 53 વ્યક્તિઓમાંથી માત્ર ગાંધીનગર તાલુકાના ગ્રામ્ય અને મનપા વિસ્તારમાંથી જ 45 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તેમાં ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાંથી 19 અને ગાંધીનગર તાલુકામાંથી 26 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર લઇ રહેલા જિલ્લાના 3 સહિત કુલ 5 દર્દીઓના મોત નિપજ્યા છે. તેમાં જિલ્લાના કલોલના 75 વર્ષીય વૃદ્ધ, રાંદેસણની 38 વર્ષીય યુવતી, કલોલની 53 વર્ષીય ગૃહિણીનું સારવાર દરમિયાન મોત થતાં કુલ આંકડો 541એ પહોંચ્યો છે. જ્યારે અન્ય જિલ્લાના બે દર્દીઓના મોત નિપજ્યા છે. કોરોનાથી સંક્રમિત વ્યક્તિઓમાં લેબ ટેકનીશીયન, વિદ્યાર્થી, વેપારી, ટાઉન પ્લાનર, ડોક્ટર, ખેડુત, ગૃહિણી સહિતનો સમાવેશ થાય છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 19, ગાંધીનગર તાલુકામાંથી 26, માણસામાંથી 6 અને દહેગામમાંથી 2 નવા કેસ નોંધાયા છે.

મનપાના 14 વિસ્તારની 19 વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ
મનપા વિસ્તારમાંથી નવા 14 કેસ નોંધાયા છે. જેમાં સેક્ટર-17માંથી 53 વર્ષીય, 27 વર્ષીય, 42 વર્ષીય વેપારીઓ, સેક્ટર-8માંથી 52 વર્ષીય મહિલા ટાઉન પ્લાનર, 53 વર્ષીય તબિબ, સેક્ટર-7માંથી 45 વર્ષીય મહિલા, 52 વર્ષીય આધેડ, સેક્ટર-2માંથી 45 વર્ષીય સિવિલ એન્જિનીયર, 11 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર-27ની 77 વર્ષીય ગૃહિણી, સેક્ટર-4નો 34 વર્ષીય યુવાન, સેક્ટર-3ના 62 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-24ની 45 વર્ષીય મહિલા, સેક્ટર-29ના 60 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-14માંથી 80 વર્ષીય વૃદ્ધ, 50 વર્ષીય કોન્ટ્રાક્ટર, સેક્ટર-22ની 46 વર્ષીય ગૃહિણી, સેક્ટર-5ના 48 વર્ષીય લેબ ટેકનીશીયન અને સેક્ટર-16ની 59 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. સંપર્કવાળી કુલ 76 વ્યક્તિઓને કોરન્ટાઇન કરી છે.

ગાંધીનગર તાલુકાના 14 ગામની 26 વ્યક્તિ સંક્રમિત
ગાંધીનગર તાલુકામાંથી સરગાસણમાંથી 33 વર્ષીય યુવાન, 20 વર્ષીય વિદ્યાર્થીની, 58 વર્ષીય આધેડ, 38 વર્ષીય, 46 વર્ષીય, 58 વર્ષીય, 38 વર્ષીય ગૃહિણીઓ, છાલામાંથી 61 વર્ષીય ખેડુત, 60 વર્ષીય ગૃહિણી, 50 વર્ષીય ખેડુત, 24 વર્ષીય ગૃહિણી, જાખોરામાંથી 40 વર્ષીય ગૃહિણી, 14 વર્ષીય વિદ્યાર્થી, વાવોલમાંથી 62 વર્ષીય ગૃહિણી, 17 વર્ષીય વિદ્યાર્થીની, 48 વર્ષીય યુવાન, ચંદ્રાલાના 48 વર્ષીય યુવાન, કાનપુરના 33 વર્ષીય ખેડુત, લવારપુરના 70 વર્ષીય વૃદ્ધ, મહુન્દ્રાના 60 વર્ષીય વેપારી, કોલવડાના 47 વર્ષીય વેપારી, કુડાસણની 29 વર્ષીય ગૃહિણી, ઝુંડાલની 45 વર્ષીય ગૃહિણી, પેથાપુરનો 49 વર્ષીય યુવાન, આલમપુર મીલીટ્રી સ્ટેશનનો 30 વર્ષીય જવાન, પીંડારડાનો યુવાન સંક્રમિત થયો છે.

માણસામાં 6 અને દહેગામમાં 2 કેસ
માણસા તાલુકામાંથી પાલિકા વિસ્તારમાંથી 70 વર્ષીય ગૃહિણી, મકાખાડની 42 વર્ષીય ગૃહિણી, પુંધરાના 43 વર્ષીય ખેડુત, રંગપુરની 45 વર્ષીય ગૃહિણી, ધમેડાનો 34 વર્ષીય યુવાન, આજોલની 73 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. દહેગામ તાલુકામાંથી નવા બે કેસમાં વાસણા રાઠોડના 44 વર્ષીય ખેડુત અને 44 વર્ષીય ગૃહિણી કોરોનામાં સંપડાયા છે. જ્યારે દર્દીના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરાયાં છે.

અન્ય સમાચારો પણ છે...