તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:જિલ્લામાં કોરોનાથી 3 સહિત કુલ 5 દર્દીના મોત

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં મોતનો આંકડો વધતા લોકોમાં વધતી ચિંતા
 • હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ગ્રામ્ય વિસ્તારના 10 અને મનપાના 20 દર્દીઓ સાજા થયા

જિલ્લામાં કોરોનાના વધુ 36 કેસ નોંધાતા કુલ આંકડો 5281એ પહોંચ્યો છે. કોરોનામાં સપડાયેલી વ્યક્તિઓમાં ગ્રામ્ય વિસ્તારમાંથી 11 વર્ષ અને 17 વર્ષના બે વિદ્યાર્થીઓ, 22 વર્ષથી 44 વર્ષની 8, 55 વર્ષથી 70 વર્ષના વડિલો સંક્રમિત થયા છે. જ્યારે મનપા વિસ્તારમાંથી નવા 19 કેસમાંથી 52 વર્ષથી 75 વર્ષની 15 જ્યારે 41 વર્ષથી 47 વર્ષની 4 વ્યક્તિઓ કોરોનામાં સપડાઇ છે. જ્યારે 24 કલાકમાં કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા કુલ 5 દર્દીના મોત નિપજ્યા છે.

જિલ્લામાં નોંધાયેલા કોરોનાના નવા કેસમાં અમદાવાદના 2 જ્યારે ગાંધીનગર જિલ્લાના સેક્ટર-13નો 46 વર્ષીય અને સેક્ટર-21નો 45 વર્ષીય યુવાન તથા કલોલના 66 વર્ષીય વૃદ્ધનું મોત નિપજતા કુલ આંકડો 347એ પહોંચ્યો છે. જોકે અત્યાર સુધી કોરોનાની સારવાર લઇ રહેલા 30 દર્દીઓએ સાજા થતાં દિવાળી અને નવું વર્ષ સુધર્યું હતું. આથી જિલ્લાની 4421 વ્યક્તિઓ કોરોનાથી મુક્ત થઇ છે. કોરોનાથી સંક્રમિત થયેલી વ્યક્તિઓમાંથી આયુષ તબિબ, વિદ્યાર્થીઓ, એએસઆઇ, હેલ્પર, ગૃહિણી, શિક્ષિકા, એન્જિનીયર, મેનેજર, સ્કુલ કર્મચારી, ખેડુત, વેપારી સહિતનો સમાવેશ થાય છે.

જિલ્લાના મનપા વિસ્તારમાંથી 19, ગાંધીનગર તાલુકામાંથી 9, દહેગામમાંથી 4 અને કલોલમાંથી 4 નવા કેસ નોંધાયા છે. મનપા વિસ્તારમાંથી વધુ 19 કેસ નોંધાયા છે. જેમાં સેક્ટર-7માંથી 68 વર્ષીય ગૃહિણી, 74 વર્ષીય વૃદ્ધ, 73 વર્ષીય વૃદ્ધા જ્યારે સેક્ટર-5માંથી 65 વર્ષીય ગૃહિણી, 47 વર્ષીય ગૃહિણી, 44 વર્ષીય જીએસટી ઇન્સ્પેક્ટર, 66 વર્ષીય વૃદ્ધ તથા સેક્ટર-2માંથી 66 વર્ષીય ગૃહિણી, 47 વર્ષીય હેલ્થ વિભાગના અધિકારી, 52 વર્ષીય જીએસટીના કર્મચારી, 60 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે.

ઉપરાંત સેક્ટર-27ના 72 વર્ષીય વૃદ્ધા, સેક્ટર-8ના 41 વર્ષીય મહિલા આયુષ તબિબ, સેક્ટર-28ના 55 વર્ષીય એએસઆઇ, સેક્ટર-4ના 75 વર્ષીય વૃદ્ધા, સેક્ટર-25ના 57 વર્ષીય ઇન્કવાયરી કચેરીના હેલ્પર, સેક્ટર-3ના 61 વર્ષીય એન્જિનીયર, સેક્ટર-30ના 55 વર્ષીય એસબીઆઇના સિનિયર મેનેજર, સેક્ટર-1ના 58 વર્ષીય સમર્પણ સ્કુલના કર્મચારી કોરોનામાં સપડાયા છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવેલી 67 વ્યક્તિને કોરન્ટાઇન કરી તેમને ગાઈડલાઈનનું પાલન કરવા જણાવાયુ છે.

ગાંધીનગર તાલુકાના 5 ગામની 9 વ્યક્તિઓ કોરોનામાં સપડાઇ
ગાંધીનગર તાલુકામાંથી નવા 9 કેસ નોંધાયા છે. જેમાં કુડાસણમાંથી 65 વર્ષીય ગૃહિણી, 36 વર્ષીય ખેડુત, 55 વર્ષીય વેપારી જ્યારે રાંદેસણમાંથી 36 વર્ષીય ગૃહિણી અને 11 વર્ષીય વિદ્યાર્થી તેમજ રાયસણમાંથી 43 વર્ષીય અને 30 વર્ષીય વેપારીઓ તેમજ પેથાપુરની 58 વર્ષીય ગૃહિણી અને કોલવડાનો 44 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે.

દહેગામ અને કલોલના 4-4 કેસ નોંધાયા
દહેગામ તાલુકામાંથી 4 કેસમાં પાલિકા વિસ્તારમાંથી 37 વર્ષીય ગૃહિણી, 17 વર્ષીય વિદ્યાર્થી અને 45 વર્ષીય યુવાન તેમજ દેવકરણ મુવાડાનો 22 વર્ષીય વિદ્યાર્થી સંક્રમિત થયો છે. જ્યારે કલોલ તાલુકામાંથી નવા 4 કેસમાં જામળામાંથી 64 વર્ષીય વૃદ્ધ, 68 વર્ષીય અને 62 વર્ષીય બે ગૃહિણીઓ તેમજ કલોલ પાલિકા વિસ્તારમાંથી 70 વર્ષીય વૃદ્ધ કોરોનાગ્રસ્ત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો