તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મનપા વિસ્તારમાં નવા 31 સહિત કુલ 38 કેસ, 1 મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોરોનામાં સપડાયેલા 4 હોસ્પિટલમાં અને 34 લોકો હોમ આઇસોલેશન સારવાર લેશે, વધુ 21 વ્યક્તિ કોરોનામુક્ત થઈ

જિલ્લામાં નવા 38 કેસ સાથે કુલ 8681 લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. મનપા વિસ્તારમાં નવા સમાવિષ્ટ વિસ્તાર અને સેક્ટરોમાંથી કુલ 31 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમિયાન 75 વર્ષીય વૃદ્ધાના મોતથી કુલ આંકડો 611એ પહોંચ્યો છે. કોરોનાથી સંક્રમિતોમાંથી 4 દર્દીઓએ હોસ્પિટલની અને 34 દર્દીઓએ હોમ આઇસોલેશનની સારવાર પસંદ કરી છે. સારવારને અંતે વધુ 21 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી જિલ્લાની કુલ 7705 વ્યક્તિઓએ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. સંક્રમિતોમાં ડોક્ટર, વિદ્યાર્થી, કમાન્ડો, નાયબ મામલતદાર, શિક્ષક, પીએસઆઇ, ગૃહિણી, વેપારી સહિતનો સમાવેશ થાય છે.

જિલ્લાના મનપા વિસ્તારમાંથી 21, ગાંધીનગર તાલુકામાંથી 13, કલોલ અને માણસામાંથી 2-2 કેસ નોંધાયા છે. ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણી દરમિયાન જ કોરોનાના વધતા જતા કેસ લાલબત્તી સમાન છે. જે રીતે સ્થાનિક સ્વરાજની ચુંટણી પછી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. તેજ રીતે મનપાની ચુંટણી પછી પરિસ્થિતિ ખતરાનાક મોડ ઉપર આવી શકે તેમ હાલમાં વધી રહેલા કેસ પરથી લાગી રહ્યું છે. સંપર્કમાં આવેલા તમામ લોકોને તેમજ તેમના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સંક્રમિત તમામ દર્દી સારવાર લઈ રહ્યાં છે.

મનપામાં 15 સેક્ટરોમાંથી કુલ 21કેસ
મનપા વિસ્તારમાંથી નવા 21 કેસમાં સેક્ટર-2માંથી 74 વર્ષીય વૃદ્ધ, 22 વર્ષીય વિદ્યાર્થીની, 52 વર્ષીય ડોક્ટર, સેક્ટર-23માંથી 42 વર્ષીય કમાન્ડો, 52 વર્ષીય નાયબ મામલતદાર, સેક્ટર-4માંથી 68 વર્ષીય વૃદ્ધ, 26 વર્ષીય યુવતી, સેક્ટર-29ના 50 વર્ષીય પોલીસ જવાન, સેક્ટર-27માંથી 55 વર્ષીય શિક્ષક, 55 વર્ષીય આધેડ, 42 વર્ષીય શિક્ષિકા, સેક્ટર-5માંથી 40 વર્ષીય યુવાન, 68 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-14ની 27 વર્ષીય યુવતી, સેક્ટર-12ના 61 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-30ના 44 વર્ષીય મહિલા પીએસઆઇ, સેક્ટર-7ની 40 વર્ષીય મહિલા, સેક્ટર-3-એ ન્યુના 62 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-3નો 40 વર્ષીય યુવાન, સેક્ટર-6ની 60 વર્ષીય ગૃહિણી, સેક્ટર-26ના 51 વર્ષીય આધેડ કોરોનામાં સપડાયા છે. સંક્રમિતોના સંપર્કવાળા કુલ 58 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે.

કોર્ટના એક જજ અને 4 કર્મચારીઓ સંક્રમિત
જિલ્લા કોર્ટના જજ કોરોનાથી સંક્રમિત થતા કોર્ટના અન્ય કર્મચારીઓનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. તેમાં કોર્ટના અન્ય ચાર કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું મનપાના આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

તાલુકામાં 13,માણસા-કલોલમાં 2-2 કેસ
ગાંધીનગર તાલુકામા વાસણા હડમતીયાના વૃદ્ધ, મોટા ચિલોડામાંથી યુવાન, 26 વર્ષીય ગૃહિણી, વાસણના વૃદ્ધ, કુડાસણમાંથી આધેડ, યુવાન, મહિલા, યુવાન, સરગાસણમાંથી યુવાન, વિદ્યાર્થી, યુવાન, આધેડ, વૃદ્ધ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે કલોલ તાલુકામાંથી નગરપાલિકા વિસ્તારના 45 વર્ષીય યુવાન, 38 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. જ્યારે માણસા તાલુકામાંથી નગરપાલિકા વિસ્તારમાંથી 22 વર્ષીય વિદ્યાર્થીની, સમૌના 45 વર્ષીય વેપારી સંક્રમિત થયા છે.

માણસના ખાંટા આંબા ખાતે કોરોના વેક્સિનેશનનો પ્રારંભ કરાયો
કોરોનાને નાબૂદ કરવા માટે દેશભરમાં પૂરજોશમાં કોરોના રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુરુવારે માણસા તાલુકાના ખાંટા આંબા ખાતે કોરોના રસિકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક તબક્કામાં 60 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ રસીકરણ કાર્યક્રમમાં જીલા પંચાયતના સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને આ વેક્સિન બિલકુલ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. આ રસીકરણ કાર્યક્રમમાં ઇટાદરા પી.એચ.સી નો સ્ટાફ જોડાયો હતો.તો લોકો રસીકરણ અંગે જાગૃત થાય તે માટે તંત્ર દ્વારા જન જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે જેથી લોકો કોઈ પણ જાતના ભય વિના કોરોના વેક્સિન લગાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો