તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ચૂંટણી માટે પંચાયત - પાલિકાના કુલ 240 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

ગાંધીનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા પંચાયતની સીટ માટે રાજકીય પક્ષના 240 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. - Divya Bhaskar
જિલ્લા પંચાયતની સીટ માટે રાજકીય પક્ષના 240 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
 • સૌથી વધુ કલોલમાં 106 અને ઓછા માણસામાં 34 ઉમેદવારોનાં ફોર્મ ભરાયાં
 • આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ધસારો રહેશે

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં શુક્રવારે પંચાયત અને પાલિકાના કુલ 240 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમાં સૌથી વધુ કલોલમાં 106 અને ઓછા માણસા તાલુકામાં 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તારીખ 13મી, શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ભારે ધસારો રહેશે.

જિલ્લા પંચાયતની સીટ માટે રાજકીય પક્ષના 240 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
જિલ્લા પંચાયતની સીટ માટે રાજકીય પક્ષના 240 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઇને હજુય ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે શુક્રવારે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં જિલ્લા પંચાયતની 28 બેઠકો જ્યારે દહેગામ, કલોલ અને માણસા તાલુકા પંચાયતની કુલ 80 બેઠકો તેમજ દહેગામ અને કલોલ નગરપાલિકાની 18 બેઠકો માટે શુક્રવારે કુલ 240 ઉમેદવારોએ ઉમેદવારી નોંધવી હતી. તેમાં કલોલમાંથી સૌથી વધુ 106 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં જિલ્લા પંચાયતની બેઠકોમાં 19, તાલુકા પંચાયતની બેઠકોમાં 14 જ્યારે નગરપાલિકાની સીટોમાં 73 ફોર્મનો સમાવેશ થાય છે.

ઉપરાંત દહેગામમાંથી કુલ 95 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં જિલ્લા પંચાયત બેઠકના 22, તાલુકા પંચાયતની સીટો ઉપર 62 તેમજ નગરપાલિકાની બેઠકો ઉપર 11 ઉમેદવારોએ ફોર્મ સામેલ છે. માણસામાંથી કુલ 34 ઉમેદવારી ફોર્મમાં જિલ્લા પંચાયતની સીટોમાં 7, તાલુકા પંચાયતની બેઠકોમાં 26 અને નગરપાલિકાની સીટોમાં 1 ફોર્મનો સમાવેશ થાય છે. જ્યારે ગાંધીનગરમાં જિલ્લા પંચાયતની બેઠક ઉપર 5 ફોર્મ ભરવામાં આવ્યા હતા.

ડભોડા, અડાલજ અને છાલા બેઠક ઉપર ઉમેદવારી નોંધાઇ
જિલ્લા પંચાયતની 8 બેઠકો ઉપર શુક્રવારે 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં છાલાની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર હસમુખભાઇ કેશવલાલ પટેલે અને મણાભાઇ જેસંગભાઇ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે અડાલજની સામાજિક શૈક્ષણિક પછાતવર્ગ સ્ત્રી બેઠક ઉપરથી સાસુ અને વહુએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તેમાં સાસુ લીલાબેન ઠાકોર અને કાજલબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે ડભોડા સામાન્ય સ્ત્રી બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર શારદાબેન રમેશજી યાદવે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

કોંગ્રેસના ઉમેદવારે મેન્ડેટ આપ્યા વિના ફોર્મ ભર્યું
ગાંધીનગર ઉપરથી કોંગ્રેસમાંથી સાસુ અને વહુએ ઉમેદવારી પત્ર ભર્યું છે. જોકે કોંગ્રેસ પક્ષ તરફથી મેન્ડેટ આપ્યું નહી હોવાનું ઉમેદવારી ફોર્મ ભરવા આવેલા ઉમેદવારના સગાઓએ જણાવ્યું છે.

દસક્રોઈ તા. પંચાયત ચૂંટણીમાં 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
દસક્રોઈ તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજદિન સુધી અલગ અલગ પક્ષના કુલ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.જેમાંથી બીજેપીના 4 તેમજ કોંગ્રેસના 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. બીજેપીએ રણોદરા 22 તેમજ હરણીયાવ -7 સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે જ્યારે કોંગ્રેસ ના ઉમેદવારોએ ભાત,કુજાડ,દેવડી ,વાચ સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો