તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૃહ રાજ્યમંત્રીના કડક પગલાં:રાજ્યમાં નકલી રેમડેસિવિર વેચવાના કુલ 23 ગુના, 57ની ધરપકડ; કાળા બજારિયા સામે હવે પાસા એક્ટ લાગશે

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રદિપસિંહ જાડેજા, ગૃહ રાજ્યમંત્રી - ફાઇલ તસવીર - Divya Bhaskar
પ્રદિપસિંહ જાડેજા, ગૃહ રાજ્યમંત્રી - ફાઇલ તસવીર

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, રેમેડેસિવરનાં કાળાં બજારિયાં સામે ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશની આઈપીસી કલમ-308, છેતરપિંડી અને વિશ્વાસઘાતની આઈપીસી કલમ- 420 અને 405, ભેળસેળના ગુનાની આઈપીસી કલમ-274 તથા 275 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ-7 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-53 લગાડાતી હતી, પરંતુ હાલના મહામારીના સંજોગોમાં આવું કૃત્ય કરનારાં સામે હવે પાસા અને પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઇન્ટેનનસ્ ઓફ સપ્લાઇઝ ઓફ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ(પીબીએમ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

23 ગુનામાં 57ની ધરપકડ કરી
આવા તમામ બનાવોને અતિ ગંભીર ગણીને રાજ્ય સરકાર દ્વારા આ સંદર્ભે 23 ગુના નોંધીને 57ની ધરપકડ કરાઈ છે. જેમાં અમદાવાદ શહેરમાં નવ અને સુરત,રાજકોટ અને વડોદરા શહેરમાં ત્રણ-ત્રણ ગુનાઓ તથા મહેસાણા, વલસાડ, દાહોહ, પાટણ અને ભરૂચમાં એક-એક ગુનો નોંધવામાં આવ્યો છે.

બે શખ્સો ભાગી છૂટ્યા
સિરાજખાન ઉર્ફે રાજુ મુશીરખાન પઠાણ (સુરત) અમદાવાદના સાળા બનેવીને 2 હજાર નંગ નકલી રેમડેસિવિરની સપ્લાય કરવા માટે આવ્યો હતો. જો કે પોલીસ પહોંચે તે પહેલાં જ સિરાજખાન ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત કલ્પેશ પ્રજાપતિ (ભરૂચ)ની પણ સપ્લાયર તરીકે સંડોવણી બહાર આવી છે. ઉપરાંત ફેક્ટરીમાંથી જે પાંચ મજૂર પકડાયા છે તેમની સંડોવણીની પણ તપાસ શરૂ કરાઈ છે.

ચાંદખેડામાંથી બાંગ્લાદેશની બનાવટના 58 રેમડેસિવિર સાથે એકની ધરપકડ
બાંગ્લાદેશી બનાવટના 58 રેમડેસિવિર સાથે રાહુલ પટેલ (આશ્રય સિરીઝ, ચાંદખેડા) નામના યુવકને ઝોન-2 વિજય પટેલ અને તેમની ટીમે ઝડપી લીધો હતો. રાહુલ પાસેથી 2.90 લાખની કિંમતના ઇન્જેક્શન કબજે કરાયા હતા. આ ઇન્જેક્શન તે પાલડીના નક્ષત્ર-2માં રહેતા મિત્ર રાહુલ ઝવેરી પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો