તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:કોરોનાના નવા 7 કેસ સાથે કુલ એક્ટિવ 185, વધુ 5 કોરોનામુક્ત, મોત એકેય નહીં

ગાંધીનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં નવા 7 લોકો સંક્રમિત થતાં કુલ આંકડો 8038 થયો છે. જ્યારે જિલ્લાના માણસા, કલોલ અને દહેગામમાંથી એકપણ કેસ નોંધાયો નથી. સઘન સારવારને અંતે વધુ 5 દર્દીઓ સાજા થતાં કોરોનાને હરાવનારનો આંકડો 7256 થયો છે. તેમ છતાં હજુ 185 દર્દીઓ કોરોનાની સામે જંગ લડી રહ્યા છે. સંક્રમિતોમાં વિદ્યાર્થી, અધિકારી, ક્લાર્ક, ગૃહિણી સહિતનો સમાવેશ થાય છે.

ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાંથી વધુ 4 કેસમાં સેક્ટર-3ના 56 વર્ષીય અધિકારી, સેક્ટર-19ની 62 વર્ષીય ગૃહિણી, સેક્ટર-7ની 43 વર્ષીય મહિલા, સેક્ટર-28ના 43 વર્ષીય ક્લાર્ક કોરોનામાં સપડાયા છે. સંક્રમિતોના સંપર્કવાળા 13 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે. જિલ્લાના ગાંધીનગર તાલુકામાંથી નવા 3 કેસમાં વાવોલનો 16 વર્ષીય વિદ્યાર્થી, રાંદેસણનો 19 વર્ષીય વિદ્યાર્થી, રતનપુરની 50 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થઇ છે.

કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર લઈ રહ્યાં છે, આ સાથે દર્દીના પરિવારજનોેને ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા તમામને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. નોંધનીય વાત છે કે, ધીરે ધીરે કોરનાના કેસ ઘટી રહ્યાં છે. જો કે, રવિવારના રોજ કલોલ, માણસા અને દહેગામ તાલુકામાં એકેય કેસ નોંધવામાં આવ્યા નથી. આ સાથે મનપા વિસ્તારમાં કોરોનાના કુલ કેસ 3428 જ્યારે ગાંધીનગર તાલુકામાં કુલ કેસનો આંકડો 2441ની સપાટીએ પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો