• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Total Of 162 Candidates Will Be Imprisoned In The Future EVM, Capitalists Will Vote Today To Select 44 Corporators In 11 Wards, Verdict On Tuesday

ગાંધીનગર મનપાની ચૂંટણી:કુલ 162 ઉમેદવારના ભાવિ ઈવીએમમાં કેદ થશે, પાટનગરવાસીઓ આજે મત આપી 11 વોર્ડમાં 44 કોર્પોરેટરની પસંદગી કરશે ,મંગળવારે ફેંસલો

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાન માટેનો સમય સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે

ગાંધીનગર મનપાની ત્રીજી ચૂંટણીમાં આજે મતદાન થશે. કોરોનાથી સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય રખાયો છે. જેમાં કોર્પોરેશન વિસ્તારના 11 વોર્ડમાં ઉભા કરાયેલા કુલ 284 બુથ પર નાગરિકો મતદાન કરીને 44 કોર્પોરેટર્સની પસંદગી કરશે. 11 વોર્ડમાં ઉભા કરાયેલા કુલ 284 બુથો પર રિઝર્વ સહિત કુલ 317 કંટ્રોલ યુનિટ અને 461 બેલેટ યુનિટ ફાળવાયા છે. સમગ્ર મતદાનની આજની પ્રક્રિયામાં 5 ચૂંટણી અધિકારી, 1775 પોલીંગ સ્ટાફ કામગીરી કરશે. જેને શનિવારે સવારે જ ઈવીએમ સહિતની સામગ્રી ફાળવીને મતદાન મથકો પર પહોંચાડાયા હતા.

મનપા વિસ્તારમાં કુલ 2,81,897 મતદારો નોંધાયા છે, જેમાં 1,45,130 પુરૂષ અને 1,36,758 સ્ત્રી અને 9 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ત્યારે આજે કેટલા મતદારો મતદાન કરે છે તે જોવાનું રહે છે. કોર્પોરેશનના હદ વિસ્તરણ બાદ મનપામાં 18 ગામડાં અને પેથાપુર પાલિકાનો સમાવેશ કરાયો હતો. નવા સીમાંકન બાદ પાલિકામાં 11 વોર્ડ થયા છે અને 44 કાઉન્સિલર્સ થશે. 44 કાઉન્સિલરોમાં 22 બેઠકો મહિલાઓ માટે અનામત છે. 5 બેઠકો SC માટે રિઝર્વ રખાઈ છે, જેમાંથી ત્રણ મહિલાઓ માટે છે. ST માટે 1 બેઠક અનામત રખાઈ છે. જ્યારે 4 બેઠકો OBC માટે અનામત છે, જેમાંથી બે બેઠકો મહિલાઓ માટે રિઝર્વ્ડ રહેશે.

કયા પક્ષના કેટલા ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં?
મનરાની ચૂંટણીમાં ભાજપના 44, કોંગ્રેસના 44, આમ આદમી પાર્ટીના 40, બહુજન સમાજ પાર્ટીના 14, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના 2, અન્ય 6 જ્યારે 11 અપક્ષ ચૂંટણીના મેદાને છે. દરેક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના 4-4 ઉમેદવારો મળી કુલ 88 ઉમેદવારો છે. તો આમ આદમી પાર્ટીના વોર્ડ નં-5માં 2, વોર્ડ નં-2 અને 4માં 3-3 તથા બાકીના તમામ વોર્ડમાં 4-4 ઉમેદવારો મેદાને છે. બહુજન સમાજ પાર્ટીના 14 ઉમેવાદરોમાં વોર્ડ નં-4, 8 અને 10માં 3-3 ઉમેદવારો જ્યારે વોર્ડ નં-3, 5, 6, 9, 11માં 1-1 ઉમેદવાર છે. નેશનાલીસ્ટ કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારો વોર્ડ નં-1માં છે. અપક્ષોની વાત કરીએ તો સૌથી વધુ 5 અપક્ષો વોર્ડ નં-1માં છે. વોર્ડ નં-2 અને 3માં 1-1 તથા વોર્ડ નં-6 અને 8માં 2-2 અપક્ષ ઉમેદવારો મેદાને છે.

વોટિંગ માટે કર્મીઓને 3 કલાક ખાસ રજા આપવા જાહેરનામું
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે. આ સાથે તાલુકા પંચાયતની આદરજમોટી અને માણસા નગરપાલિકા વોર્ડ નંબરની-4ની પેટા ચૂંટણી માટે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. કુલદીપ આર્ય મતદાન માટે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ગ્રામિણ બેંકો, રાષ્ટ્રીય અને અને ખાનગી બેંકો, સહકારી બેંકો, રેલવે, ટેલીકોમ અને પોસ્ટ ઓફીસો, હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ, વાણિજય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ અને આવશ્યક સેવા આપતી અન્ય સંસ્થાઓના કચેરીઓ-કામદારો મત આપી શકે તેવી તે માટે આયોજન કરવા કહેવાયું છે. જેમાં આજના દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી-કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવાનો આદેશ કરાયો છે. ઉપરાંત જે દિવસે અઠવાડીક રજા હોય તે દિવસે સંસ્થાઓ–કચેરી ચાલુ રાખીને અવેજીમાં સમય આપવા સંબંધિત તમામ સંસ્થા-કચેરીના સંચાલકો જણાવાયું છે. આ વિસ્તારમાં રહેતા હોય અને બહારના વિસ્તારમાં નોકરી-ફરજ બજાવતા હોય તેઓને પણ મતદાન કરવા માટેની રજા આપવા માટે આદેશ અપાયો છે.

વોર્ડ -4માં જ 4 અતિ સંવેદનશીલ બૂથ
કુલ 284 મતદાન મથકોમાં 4 અતિ સંવેદનશીલ અને 144 સંવેદનશીલ મતદાન મથકો છે. ચારેય અતિ સંવેદનશીલ મતદાન મથકો વોર્ડ નં-4માં જ છે. આ વોર્ડમાં પાલજ, ધોળકુવા, ઈન્દ્રોડા, સેક્ટર-20નો કેટલોક ભાગ, બોરીજનો સમાવેશ થાય છે. સુરક્ષાને લઈને 1270 પોલીસ-હોમગાર્ડના જવાનો પોલીસ મથકો પર ગોઠવી દેવાયા છે.

મતદાન સમયે ઓળખના 14 પુરાવામાંથી કોઇ પણ સાથે રાખવો
મતદાનનો સમય:
સવારે 7થી સાંજે 6 કલાક સુધી
શું લઈને જવાનું: ચૂંટણી કાર્ડ, જો ચૂંટણી કાર્ડ ન હોય તો પાસપોર્ટ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, આધારકાર્ડ સહિતના 14 સરકાર માન્ય પુરાવા.
શું ન લઈ જવું: મતદારે અન્ય મતદારનું ઓળખકાર્ડ, ફોન કે પ્રચાર સામગ્રી
નામની ગોઠવણ : ઈવીએમમાં કક્કાવારી પ્રમાણે નામ અને તેની સામે પક્ષનું નિશાન હશે.
રજિસ્ટ્રેશનનું બટલ દબાવવું પડશે : ઈવીએમમાં ચાર ઉમેદવારોના નામ સામેના બટન દબાવ્યા પછી રજિસ્ટ્રેશનનું બટન દબાવવાનું હોય છે. મતદાર ઈચ્છે તો એક મત પણ આપી શકે છે, જોકે રજિસ્ટ્રેશનનું બટન દબાવશો તો જ મત માન્ય ગણાશે.
નોટાનો ઉપયોગ કેવી રીતે કરશો: કોઈપણ ઉમેદવારને મત આપવો ન હોય તો મતદાર પોતાનો મતાધિકારીનો ઉપયોગ કરીને નોટામાં મત આપી શકશે. ઈવીએમમાં છેલ્લુ બટન નોટાનું હોય છે, જે દબાવીને રજિસ્ટ્રેશન બટન દબાવવું ફરિયાજ છે.
મારે કેટલા મત આપવાના?: મપાની ચૂંટણીમાં મહત્તમ ચાર મત આપવાના રહેશે. કોઈપણ ઉમેદવારની પસંદગી કરીને વધુમાં વધુ 4 મત આપી શકાય છે.

વોર્ડ વાઈઝ મતદારો
​​​​​​​

વોર્ડઉમેદવારોપુરુષસ્ત્રીઅન્યકુલ મતદારો
12096979128018825
2121194910993222944
3141091110348021259
4141445912808127268
5111128710761122049
6171317112163025334
7131120410574021778
8181557414888230464
9141671416390233106
10151530614761130068
11141485813944028802
કુલ1621451301367589281897

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...