મતાધિકારનો ઉપયોગ:ગાંધીનગરની 5 બેઠકમાં કુલ 14342 મત NOTAમાં ગયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર 5 ડિસેમ્બરના રોજ થયેલા મતદાનમાં કુલ 894392 નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ગુરૂવારે થયેલી મતગણતરીમાં જિલ્લાની પાંચેય બેઠકો પર ભાજપની જીત થઈ છે. પાંચેય બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને આપ, અન્ય રાજકીય પક્ષ અને અપક્ષો મળી કુલ 50 ઉમેદવારો મેદાને હતા. ત્યારે મતદારો પોતાની સુઝબુઝથી ગમતા ઉમેદવારોને મત આપ્યા હતા.

ત્યારે ઘણા એવા પણ મતદારો હતા. તેઓએ કોઈ જ ઉમેદવારને મત આપ્યો ન હતો પરંતુ મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. આવા મતદારોએ નોટા એટલે નન ઓફ ધી એબાવ એટલે કે આ પૈકીના કોઈ નહીં વિકલ્પ પસંદ કર્યો હતો. જિલ્લાની પાંચેય બેઠક પર આવા કુલ 14342 નાગરિકોએ નોટામાં પોતાનો મત નાખ્યો હતો. 2017ની ચૂંટમીમાં 16946 મતો નોટામાં પડ્યાં હતા, જેમાં 2604ના ઘટાડા સાથે આ વખતે 14342 મત નોટામાં પડ્યાં હતા.

2017માં 16946 મત પડ્યા હતા

બેઠક2017નોટા2022નોટાઘટાડો
ગાંધીનગર ઉ.29292613316
ગાંધીનગર દ.45774442135
દહેગામ392526681257
માણસા30002225775
કલોલ25152394121
કુલ16946143422604
અન્ય સમાચારો પણ છે...