કોરોના અપડેટ:ઉવારસદની સદ્ વિચાર સ્કૂલના 6 સહિત કુલ 12 વિદ્યાર્થી સંક્રમિત, ​​​​​​​મનપા વિસ્તારમાંથી 21 અને 4 તાલુકામાંથી 18 કેસ

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના વધુ 39 લોકો સંક્રમિત અને 36 દર્દી સાજા થયા

ઉવારસદની સદ્દવિચાર સ્કુલના છ સહિત કુલ-12 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટમાં આવ્યા છે. જિલ્લાના વધુ 39 લોકો કોરોનાની ઝપટમાં આવ્યા છે. તો સામે પક્ષે હોમ આઇસોલેશન સારવારથી 36 દર્દીઓ સાજા થયા છે. જોકે કોરોનાની ઝપટમાં આવનાર 11થી 19 વર્ષના 12 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જોકે મનપા વિસ્તારમાંથી 21 અને ચાર તાલુકામાંથી 18 કેસ નોંધાય છે.

જિલ્લામાંથી સોમવારે કોરોનાના નવા 39 કેસ નોંધાયા છે. તેમાં મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ સરગાસણમાંથી 33 વર્ષીય મહિલા, 35 વર્ષીય યુવાન, વાસણા હડમતીયાનો 11 વર્ષીય વિદ્યાર્થી, વાવોલની 30 વર્ષીય મહિલા, કુડાસણનો 16 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર-7માંથી 18 વર્ષીય વિદ્યાર્થીની, 26 વર્ષીય યુવતી, 38 વર્ષીય યુવાન, સેક્ટર-3માંથી 39 વર્ષીય મહિલા, 58 વર્ષીય આધેડ, સેક્ટર-4માંથી 19 વર્ષીય વિદ્યાર્થીની, સેક્ટર-5માંથી 17 વર્ષીય વિદ્યાર્થી, 85 વર્ષીય અને 62 વર્ષીય મહિલાઓ, સેક્ટર-12માંથી 33 વર્ષીય મહિલા, 35 વર્ષીય યુવાન, સેક્ટર-19માંથી 38 વર્ષીય યુવાન, સેક્ટર-22માંથી 28 વર્ષીય યુવતી, સેક્ટર-26માંથી 37 વર્ષીય યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે.

દહેગામ તાલુકાના સાંપાની 43 વર્ષીય મહિલા, બહિયલના 55 વર્ષીય આધેડ, નગરપાલિકા વિસ્તારમાંથી 22 વર્ષીય યુવાન, 60 વર્ષીય વૃદ્ધ, 32 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થઇ છે. ગાંધીનગર તાલુકાના રૂપાલમાંથી 18 વર્ષીય વિદ્યાર્થીની, 48 વર્ષીય યુવાન, સોનીપુરની 27 વર્ષીય યુવતી, ઉવારસદની સદવિચાર સ્કુલના 18 વર્ષીય વિદ્યાર્થી, 17 વર્ષીય, 18 વર્ષીય, 12 વર્ષીય, 12 વર્ષીય, 14 વર્ષીય વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. કલોલ તાલુકાના પલિયડના 45 વર્ષીય યુવાન, માણસા નગરપાલિકા વિસ્તારમાંથી 39 વર્ષીય મહિલા, 16 વર્ષીય વિદ્યાર્થી, 27 વર્ષીય મહિલા કોરોનામાં સપડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...