તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગાંધીનગરમાં સે-21, કોલવડા, રાયપુરથી કુલ 12 જુગારી ઝબ્બે

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 સ્થળેથી પોલીસે 91 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • પોલીસે તમામને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સેક્ટર-21 પોલીસે બુધવારે રાત્રે સાડાઆઠ વાગ્યે સેક્ટર-30 જીઈબી છાપરામાં લાઈટના અજવાળે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રેડ કરતાં જીઈબી છાપરામાં રહેતાં ભરતભાઈ મંગળદાસ લઢેલ (37 વર્ષ), શૈલેષભાઈ નાનુભાઈ પુરબીયા (35 વર્ષ), ચેતન ઉર્ફે બોબી મનુભાઈ વાઘેલા (32 વર્ષ), જગદિશ કનુભાઈ શ્રીમાળી (26 વર્ષ) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. જેઓ પાસેથી પોલીસે 10470 રૂપિયા રોકડા અને 75 હજારની કિંમતના બે એક્ટિવા મળીને કુલ 85,470ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ચારેય સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ કોલવડા ગામે બુધવારે બપોરે સાડા ત્રણ વાગ્યે પેથાપુર પોલીસે ચાંમુડાપુરામાં રેડ કરી હતી.

જેમાં કોલવડાના રમેશજી જવાનજી વાઘેલા (63 વર્ષ, પ્રજાપતિવાસ), અજયજી જીવણજી ઠાકોર (20 વર્ષ, ચાંમુડાપુરા), નવઘણસિંહ હેમતુજી વાઘેલા (37 વર્ષ, સોમનાથ સોસાયટી), ભૂપતજી મણાજી ઠાકોર (51 વર્ષ, ચાંમુડાપુરા) જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. જેઓ પાસેથી પોલીસે 1990 રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. તો ડભોડા પોલીસે બુધવારે રાત્રે સવા અગિયાર વાગ્યે રાયપુર માઉન્ટ લીટેરિયા સ્કૂલની સામે રેડ કરી હતી. જેમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા રાયપુર ગામના મહેશભાઈ રામસંગજી ડાભી (43 વર્ષ), આનંદ તખાજી ડાભી (31 વર્ષ), ગોવિંદજી ચેહરાજી ડાભી (42 વર્ષ) જુગાર રમતા ઝડપાયા હતા. જેમની પાસેથી પોલીસે 4040 રૂપિયા રોકડા જપ્ત કરીને તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...