ગાંધીનગર કોરોના LIVE:CRPF-BSFમાં 30 સહિત જિલ્લામાં ત્રણ ડિજિટમાં કોરોના આંકડો પહોંચ્યો, નવા 244 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 1320 પર પહોંચ્યો

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીનગર કોર્પોરેશનમાં 150 અને ગ્રામ્યમાં 94 કેસ નોંધાયા

ગાંધીનગરમાં આજે પણ ત્રણ ડીજિટમાં કોરોનાનાં પોઝિટિવ કેસ દફતરે નોંધાયા છે. જેમાં ગાંધીનગરના લેકાવાડા CRPF અને BSF કેમ્પસમાં 30 સહિત જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં 244 નવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આમ 12 દિવસમાં કોરોનાનો આંકડો 1320 પહોંચી જવા પામ્યો છે. આજે ગ્રામ્યમાં 94 અને કોર્પોરેશન વિસ્તારમા 150 મળીને ત્રણ ડીજિટમાં એટલે કે 244 કેસ જિલ્લામાં નોંધાયા છે.

ગાંધીનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ગ્રામ્ય વિસ્તારમાંથી 94 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે મંગળવારે પણ 47 કેસ કોરોનાનાં સામે આવતાં 12 દિવસમાં સંક્રમિતોની સંખ્યા 422 પર પહોંચી છે. આજના કેસોની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં દહેગામ - 8,ગાંધીનગર જામનગરપૂરા - 1,CRPF કેમ્પ - 17,ડભોડા - 1,દોલારાણા વાસણા - 1,જાખોરા - 1,મિલિટરી સ્ટેશન - 1, સાદરા - 2,ધણપ - 3,છાલા - 3,લીંબડીયા - 1,પ્રાંતીયા - 2 અને રૂપાલમાં - 1 કોરોનાનો કેસ મળી આવ્યો છે.

જ્યારે BSF - 13, અડાલજ - 2,જાસપૂર અદાણી શાંતિ ગ્રામ - 8,બોરીસણા - 2,કલોલ - 10,છત્રાલ - 1, નાંદોલ - 1, પલોડિયા - 2, રકનપુર - 1, રાંચરડા -2, સાંતેજ - 2,આરસોડીયા - 1, ફતેપુરા - 1, માણસા - 1,આમજા-1 અને પ્રતાપપુરા - 2 મળીને ગ્રામ્ય વિસ્તારમાં કુલ. 94 કોરોનાના કેસો મળી આવ્યા છે. જ્યારે રાહતની વાત એ છે કે આ તમામ કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી માત્ર એક દર્દીને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાકી 93 દર્દીઓને હોમ આઇસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે.

બીજી તરફ ગઈકાલે કોર્પોરેશન વિસ્તારમાંથી 135 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સરકારી ચોપડે નોંધ થઇ હતી. ત્યારે આજે પણ કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે. મનપા વિસ્તારમાં ચોવીસ કલાકમાં 150 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગત. તા. 9 મી જાન્યુઆરીએ પણ 153 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા પછી 10 મી જાન્યુઆરીએ 131, 11 મી જાન્યુઆરીએ 135 અને આજે 12 મી જાન્યુઆરીએ 150 કોરોના નાં કેસો આવતાં છેલ્લા ચાર દિવસથી શહેર વિસ્તારમાં ત્રણ ડિજિટમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું હોવાનું કહી શકાય.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...