તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ:ગાંધીનગર શહેર ભાજપની ઓળખ ઊભી કરવા 3 કરોડના ખર્ચે ત્રીજું કમલમ્ બનાવાશે

ગાંધીનગર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સે-6, 7 ઉપરાંત કુડાસણ- સરગાસણમાં જમીન જોવાઈ રહી છે

ગાંધીનગરમાં જિલ્લા ભાજપના કાર્યાલયથી અલગ થવા માટે હવે મહાનગર ભાજપે પોતાનું અલાયદું કાર્યાલય કમલમનું નિર્માણ કરવાની કવાયત શરૂ કરી છે. ગાંધીનગરના નવ વિકસિત વિસ્તારોમાં શહેર ભાજપ એકમ પોતાનું કાર્યાલય બનાવશે. આ માટે હાલ જમીનની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રદેશ એકમના સિનિયર હોદ્દેદારોને સાથે રાખીને જમીનની પસંદગી કરવામાં આવશે. મહાનગર ભાજપનું કાર્યાલય ગાંધીનગરમાં ત્રીજું કમલમ હશે.ગાંધીનગર મહાનગરપાલિકાની એકપણ ચૂંટણીમાં બહુમતી નહીં મળવા છતાં બંને ટર્મથી ભાજપનું શાસન છે.

તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા વિસ્તારો ભળવાને કારણે સંગઠનની કામગીરી વિસ્તૃત બની છે. હાલ ગાંધીનગર શહેર ભાજપ પાસે પોતાનું કાર્યાલય નહીં હોવાથી સેક્ટર-21માં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જ શહેર પ્રમુખ અને હોદ્દેદારો બેસે છે. હવે શહેર એકમ પોતાની નવી ઓળખ બનાવવા માટે નવું કમલમ બનાવશે.શહેર ભાજપ માટે સેક્ટર-6, 7 ઉપરાંત કુડાસણ અને સરગાસણ જેવા વિસ્તારોમાં જમીન જોવામાં આવી છે. ટૂંક સમયમાં જમીન નક્કી કરીને કાર્યાલયનો પ્લાન તૈયાર કરાશે. પ્રદેશ ભાજપના સિનિયર નેતા અને ખજાનચી સુરેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓને પણ આ સ્થળો બતાવવામાં આવ્યા છે. નવું કમલમ બનાવવા પાછળ અઢીથી ત્રણ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. મહાનગર પ્રમુખ અને તેમના હોદ્દેદારોની આલિશાન ચેમ્બરો ઉપરાંત કાર્યકરો માટે પણ અદ્યતન સુવિધા કમલમમાં ઉભી કરવામાં આવશે.

એક જ શહેરમાં ભાજપનાં ત્રણ એકમનાં કાર્યાલય બનશે
પાટનગર ગાંધીનગર કદાચ એવું પ્રથમ શહેર હશે જેમાં પ્રદેશથી લઇને શહેર એમ ત્રણ એકમના કાર્યાલય ધરાવતું હશે. ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ જ્યાં કાર્યરત છે તે કોબા વિસ્તાર પણ હવે મહાનગરપાલિકાની હદમાં છે. સેક્ટર-21માં જિલ્લા ભાજપનું કાર્યાલય છે. હવે મહાનગર ભાજપનું કાર્યાલય પણ શહેરમાં બનશે.

વિચારણા ચાલી રહી છે, આખરી નિર્ણય લેવાયો નથીઃ ઋચિર ભટ્ટ
ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટે કહ્યું કે ગાંધીનગર મહાનગર એકમ માટે નવા કાર્યાલય માટે પ્રદેશ નેતાગીરી સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે. કેટલાક સ્થળો જોવાયા છે પરંતુ હજુ સુધી કોઇ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો