તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Thief Made A Hole In The Access Moped And The Liquor Trafficking Network Was Caught Near Chandrala In Gandhinagar. The Bootlegger Arranged 90 Bottles Together.

નવો કીમિયો:એકસેસ મોપેડમાં ચોર ખાનું બનાવી દારૂની હેરફેરનું નેટવર્ક ગાંધીનગરના ચંદ્રાલા પાસેથી ઝડપાયું, બુટલેગરે એકસાથે 90 બોટલ ગોઠવી હતી

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકસેસની ડેકી-આગળના ભાગને મોડીફાય કરી ચોર ખાનું બનાવાયુ હતું

ગાંધીનગરના ચંદ્રાલા આગમન હોટલ પાસેથી વાહન ચેકીંગ દરમિયાન સામાન્ય લાગતા એકસેસ મોપેડની ડેકી - આગળના ભાગને મોડીફાય કરી ચોર ખાનું બનાવી વિદેશી દારૂની 90 નંગ બોટલો સંતાડીને હેરફેર કરતા બુટલેગરને ચીલોડા પોલીસે ઝડપી લઈ કુલ રૂ. 42 હજારનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગરમાં તહેવારો દરમિયાન વિદેશી દારૂની હેરફેર માટે બુટલેગરો અવનવા પેતરા અજમાવીને પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતા હોય છે. બે દિવસ પહેલા લોકલ ક્રાઇમ બ્રાંચે બંધ ટી સ્ટોલનાં કેબીન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ લિસ્ટેડ બુટલેગર સહિત ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

ચીલોડા પોલીસનો સ્ટાફ ચંદ્રાલા આગમન હોટલ પાસે વાહન ચેકીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એક યુવાન એકસેસ મોપેડ પર શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો. જેને શંકાના આધારે પોલીસે અટકાવી પોલીસે પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ દિનેશકુમાર રામા પન્ના લાલ મીણાં (રહે. ઉદેપુર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

પોતાની ઓળખ આપતી વેળા તેને પસીનો છૂટી જતાં પોલીસને કાંઈ ગડબડ હોવાની દૃઢ શંકા ઉપજી હતી. જેનાં પગલે તેના મોપેડની તલાશી લીધી હતી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ તેમાંથી કાંઈ નજર આવ્યું ન હતું. જેથી પોલીસે મોપેડની ડેકી આખી ખોલી નાખી હતી. જેની નીચે ચોર ખાનું બનાવીને ગોઠવેલી વિદેશી દારૂની બોટલો જોઈ પોલીસ ચોકી ઊઠી હતી.

બાદમાં પોલીસે મોપેડની આગળનો ભાગ પણ ખોલી દીધો હતો જેમાં પણ દારૂની બોટલો સંતાડેલ હાલતમાં મળી આવી હતી. જેનાં પગલે પોલીસે દિનેશકુમાર ની ધરપકડ કરી કુલ 90 નંગ દારૃની બોટલ, મોબાઈલ ફોન તેમજ મોપેડ મળી કુલ રૂ. 42 હજાર 350 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...