કાર્યવાહી:ગિયોડમાં અંબાજી મંદિર પાસેથી ચોરીની રિક્ષા સાથે કિશોર પકડાયો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિશોરે અગાઉ ડીસાથી વાહન ચોર્યુ હતુ: LCB એ ઝડપ્યો

ગિયોડ અંબાજી મંદિર પાસેથી ચોરીની રિક્ષા સાથે એક કિશોરને ગાંધીનગર એલસીબીએ ઝડપી લઈ તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ભાદરવી પૂનમથી ચિલોડા હિંમતનગર હાઇવે પર આવેલા ગિયોડ મંદિર પાસે પોલીસ દ્વારા સઘન તપાસ કરવામા આવી રહી હતી. પૂનમના દિવસે અનેક લોકોના વાહન અગાઉ ચોરાતા આવ્યા છે. ત્યારે પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી, દરમિયાન બાતમી મળી હતી કે, એક કિશોર સીએનજી રિક્ષા નંબર જીજે 27 ડબલ્યુ 4704 લઇને આવતા તેને રોકીને ડોક્યુમેન્ટની માગણી કરી હતી. પરંતુ કિશોર કાગળિયા આપી શક્યો ન હતો.

પોલીસે કડકાઇ બતાવતા રીક્ષાને અમદાવાદ ગીતા મંદિર પાસે આવેલા દશામાતાજીના મંદિર પાસેથી ચોરવામા આવી હતી. તે ઉપરાંત કિશોર સામે ડીસા ખાતે પણ વાહન ચોરીમાં સંડોવાયો હોવાનુ સામે આવ્યુ હતુ. ગાંધીનગર એલસીબી દ્વારા કલોલ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગ કરવામા આવી રહ્યુ હતુ. દરમિયાન એક બાઇક સવારને રોકવામા આવ્યો હતો. પોલીસને જોઇને શંકાસ્પદ હિલચાલ કરી રહ્યો હતો. ત્યારે પોલીસે તેને રોકીને પૂછતાસ કરતા ધર્મેશ ઉર્ફે ધમો ગોરધન સિસાંગિયા (રહે, શુકન મોલ, સાયન્સ સિટી સોલા. મૂળ કાલાવાડ, જામનગર) જણાવ્યુ હતુ.

ત્યારે બાઇકના ડોક્યુમેન્ટ માગતા આપી શક્યો ન હતો. ત્યારે આ બાઇક નંબર જીજે 18 એમ 1734ને વીસ દિવસ પહેલા પોતાની પાસે રહેલી ડુપ્લીકેટ ચાવી દ્વારા કારગીલ પેટ્રોલપંપ પાસે આવેલા એએમસીના પાર્કિંગમાથી ચોરી કરી હતી. જેનો સાચો નંબર જીજે 01 એલ ડબલ્યુ 8731 હોવાનુ સામે આવ્યુ હતુ. આરોપીએ 2016થી જામનગર અને રાજકોટ જિલ્લામા 9 ચોરીના ગુના કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...