તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પિંપળજમાં પરિવાર સાથે સૂતેલો કિશોર અચાનક ગૂમ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે કિશોરના અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી

ગાંધીનગર મહુડી રોડ ઉપર આવેલા પિંપળજ ગામમા રહેતો કિશોર રાત્રિના સમયે પોતાના પરિવાર સાથે આરામ કરી રહ્યો હતો. જ્યારે સવારે કિશોરના પરિવારજનો ઉંઘમાંથી ઉઠ્યા તે સમયે તે જોવા મળ્યો ન હતો. જેને લઇને આસપાસમાં શોધખોળ કરી હતી. પરંતુ હજુ સુધી પતો નહિ લાગતા પરિવારજનોએ પેથાપુર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. પિંપળજ ગામમા રહેતા કિશોરનુ અપહરણ થયુ હોવાની શંકા સાથે પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. કાંતિજી જેણાજી ઠાકોર (રહે, પિંપળજ ગામ) ખેતી કરી પરિવારનુ ગુજરાન ચલાવી રહ્યા છે.

પરિવારમાં બે દિકરા અને બે દિકરીઓ છે, જેમનો સુખી સંસાર ચાલી રહ્યો છે. ત્યારે ગત 18 ઓગસ્ટના રોજ પરિવારજનો સાથે તેમનો 17 વર્ષિય દિકરો અજય આરામ કરતો હતો. જ્યારે બીજા દિવસે સવારે ઉઠીને જોતા અજય જોવા મળ્યો ન હતો. જેને લઇને માતા પિતા સહિતે ગામમા અને સગા વ્હાલાને ત્યા શોધખોળ કરી હતી. કાઇ માહિતી મળી ન હતી. ત્યારે પરિવારે હાલમાં પાવાગઢ, અંબાજી અને ડાકોર સંઘ જતા હોય છે, તો ગામમાથી જતા સંઘમાં નિકળી ગયો હશે તેમ માનવામા આવ્યુ હતુ. પોલીસે ગુનો નોંધી કિશોરને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...