તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કોર્ટમાં કામ અર્થે ગયેલા શિક્ષકે વકીલના કર્મીને માર્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય કામ કરતા ‘તમે જાતે કામ કરી લો’ કહેતા જ કર્મચારીએ મુક્કો મારતાં ફરિયાદ

ગાંધીનગર કોર્ટના ગેટ નંબર 2 પાસે બેસતા એક વકીલના કર્મચારીને શિક્ષક દ્વારા માર મારવામા આવ્યો હતો. શિક્ષક પોતાના કામ માટે કર્મચારી પાસે આવ્યા હતા, તે સમયે કર્મચારીએ જાતે કામ કરવાનુ કહેતા ઉશ્કેરાઇ ગયા હતા અને મોઢાના ભાગે માર મારતા ફરિયાદ દાખલ કરાઈ.

મળતી માહિતી મુજબ 50 વર્ષિય જશુજી મનુજી વાઘેલા (રહે, પાલૈયા ચોકડી, પેથાપુર) શહેરના એક વકીલને ત્યાં ક્લાર્ક તરીકે કામગીરી કરે છે. ગઇકાલ ગુરૂવારે કર્મચારી વકીલના ટેબલ પાસે બેસીને પોતાની કામગીરી કરી રહ્યા હતા, તે સમયે બપોરના આશરે એક વાગ્યાના અરસામા સેક્ટર 27 શિવમ સોસાયટીમાં રહેતા અને વસંતકુવરબા સ્કુલમા શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષગીરી નરેન્દ્રગીરી રાવલ આવ્યા હતા.

તે સમયે શિક્ષકે કહ્યુ હતુ કે તુ મારો સ્ટેમ્પ લઇ આવ, ત્યારે ક્લાર્ક અન્ય કામમા વ્યસ્ત હોવાથી કહ્યુ કે તમે જાતે કામ કરી લો. તે સમયે શિક્ષક એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતા મારામારી કરી હતી અને મોઢાના ભાગે ઇજા થતા ગાંધીનગર સિવિલમા લઇ જવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...