શિક્ષકોમાં રાહત:3 વર્ષનો અનુભવ હશે તે શિક્ષક બદલી માટે અરજી કરી શકશે

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા આંતરિક ઓનલાઇન બદલીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ

જિલ્લા આંતરિક ઓનલાઇન બદલીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ િવકલ્પવાળા અને મૂળશાળાના શિક્ષકો માટે નિયમો પ્રસિદ્ધ કર્યા છે. જેમાં વિકલ્પવાળા શિક્ષકોએ વિકલ્પવાળી શાળામાં ત્રણ વર્ષ થયા હોય અને મૂળ શાળાના શિક્ષકોને ત્રણ વર્ષ થયા હોય તે જ ઓનલાઇન અરજી કરી શકશે. શિક્ષણ વિભાગના આદેશથી શિક્ષકોમાં રાહત થવા પામી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન બદલીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લા આંતરિક બદલી માટે શિક્ષકો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ત્યારે હવે શિક્ષણ વિભાગે વિકલ્પવાળા શિક્ષકો અને મૂળ શાળાવાળા શિક્ષકો માટે બદલીની અરજી માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં શિક્ષણ વિભાગે કરેલા આદેશમાં ઉલ્લેખ કર્યો છે કે શિક્ષણ વિભાગના ઠરાવના પ્રકરણ-ડીની જોગવાઇ-12 મુજબ અર્થઘટન કરીને જિલ્લાઓમાં ઉભી થયેલી વિસંગતતાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે.

જેમાં આંતરિક માગણી બદલી કે આંતરિક અરસપરસ માંગણી બદલીની અરજી કરતે વખતે વિદ્યાસહાયક, શિક્ષક, મુખ્ય શિક્ષકે તેઓની મૂળ શાળામાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની નોકરી પૂર્ણ કરેલી હોવી જોઇએ.ઉપરાંત વિકલ્પ આપીને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં કામગીરી સંભાળેલી હોય તેવા શિક્ષકોના માટે વિકલ્પ લીધો હોય તે શાળાની દાખલ તારીખથી ત્રણ વર્ષનો નોકરી પૂર્ણ કરેલી હોય જરૂરી છે.

આવા જ શિક્ષકો આંતરિક બદલી, આંતરિક અસર પરસના માગણીના કિસ્સામાં શિક્ષક ઓનલાઇન અરજી કરી શકશે. વધુમાં ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી માટે કરવામાં આવેલી અરજી ચકાસણી વખતે આ જોગવાઇને ધ્યાનમાં રાખીને અરજી માન્ય કે અમાન્ય કરવાનો નિર્ણય લેવાનો રહેશે તેવો ઉલ્લેખ આદેશમાં કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...