TRP દ્વારા ચકાસ:જિલ્લાની 72 પ્રાથમિક શાળામાં સીસી કેમેરા ફિટ કરવા સરવે કરાશે

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાની 72 પ્રાથમિક શાળાઓમાં સીસી કેમેરા ફીટ કરવાના હોવાથી ટીઆરપી દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. તેમાં કેટલા મીટર વાયરની જરૂર પડશે તેમજ કેટલા સીસી કેમેરા લગાવવા પડશે. સીસી કેમેરાના ફુટેજ સાચવણી માટે કોમ્પ્યુટર સહિતની મોકલાશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરની 1000 પ્રાથમિક શાળાઓમાં સીસી કેમેરા ફીટ કરવાનો આદેશ કર્યો છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે માત્ર 1000 પ્રાથમિક શાળાઓમાં સીસી કેમેરા ફીટ કરવાના હોવાથી તમામ જિલ્લાઓને ટીઆરપી દ્વારા શાળાની ચકાસણીના આદેશો કર્યા છે. તેમાં ગાંધીનગર જિલ્લાની 72 પ્રાથમિક શાળાઓની યાદી રાજ્યના શિક્ષણ વિભાગે મોકલી આપી છે. જેમાં જિલ્લાની 72 પ્રાથમિક શાળાઓમાં ગાંધીનગર તાલુકાની 22, કલોલ તાલુકાની 24, દહેગામ તાલુકાની 16 અને માણસા તાલુકાની 10 પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.

જોકે ટીઆરપી દ્વારા પ્રાથમિક શાળાઓમાં જઇને કેટલા મીટર વાયરની જરૂર પડશે. ઉપરાંત પ્રાથમિક શાળાઓમાં આવેલા વર્ગખંડ, આચાર્યનો રૂમ, સ્ટાફ રૂમ, કેમ્પસ સહિતમાં કેટલા સીસી કેમેરા લગાવવાની જરૂર પડશે તેની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓની ચકાસણી કર્યા બાદ ટીઆરપી દ્વારા આપેલા રિપોર્ટના આધારે માહિતી રાજ્યના શિક્ષણ વિભાગમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મોકલવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...