અભિયાન:કોર્ટના વકીલોને જજની પરીક્ષામાં સફળ બનાવવા સ્ટડી સર્કલ શરૂ કરાયું

ગાંધીનગરએક મહિનો પહેલાલેખક: દિલીપ પ્રજાપતિ
  • કૉપી લિંક
  • ગાંધીનગરના 25 વકીલે પરીક્ષામાં ઉમેદવારી કરતાં નિષ્ણાત વકીલો રોજ અભ્યાસ કરાવે છે
  • દરરોજ 100 કરતા વધારે વકીલો સ્ટડી સર્કલનો લાભ લેવા આવે છે: 1 માસ અભિયાન ચાલશે

રાજ્યમા આગામી સમયમા કોર્ટોમા ખાલી પડેલી જજની જગ્યાઓ માટે પરીક્ષા લેવામા આવશે. ત્યારે ગાંધીનગર કોર્ટમા પ્રેક્ટીસ કરતા 25 વકીલ દ્વારા ઉમેદવારી કરવામા આવી છે. ત્યારે આ વકીલો પરીક્ષામા સફળ થાય તે માટે સિનિયર વકીલો દ્વારા સ્ટડી સર્કલ શરૂ કરવામા આવ્યુ છે. જેમા નિષ્ણાંત વકીલો દ્વારા દરરોજ અલગ અલગ વિષય ઉપર શિક્ષણ પુરુ પાડવામા આવી રહ્યુ છે. ગાંધીનગર કોર્ટમાં કાયદાના જાણકારોને કાયદો ભણાવવામા આવી રહ્યો છે.

આગામી સમયમા જજ માટેની લેવાનાર પરીક્ષામા ઉમેદવારી કરનાર ગાંધીનગરના વકીલોને પાસ કરાવવા સિનિયર વકીલો દ્વારા અભિયાન હાથ ધરવામા આવ્યુ છે. છેલ્લા એક સપ્તાહથી ગાંધીનગર કોર્ટમા આવેલા બાર રૂમમા અલગ અલગ વિષય ઉપર નિષ્ણાત સરકારી અથવા કોઇ ઉચ્ચકક્ષાએ પહોંચીને પારંગત થયેલા નિષ્ણાત દ્વારા વકીલોને ભવિષ્યના જજ બનાવવા વક્તવ્ય આપી માહિતી સભર બનાવવામા આવી રહ્યા છે.

બાર કાઉન્સિલના પૂર્વ વાઇસ ચેરમેન અને સભ્ય શંકરસિંહ ગોહિલે કહ્યુ હતુ કે,ગાંધીનગર કોર્ટમા સિનિયર જૂનિયર તમામ વકીલો દ્વારા જજની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરાઈ છે. જેમા ગાંધીનગરના 25 ઉમેદવારો પરીક્ષા આપશે. જજની પરીક્ષામા ગાંધીનગરના વધુમા વધુ વકીલો પાસ થાય તેવા હેતુ સાથે એક મહિનો અલગ અલગ વિષય ઉપર માહિતી આપીશુ.

જેમ કે, આજે સોમવારે કલોલ કોર્ટમા સરકારી વકીલ જતિન ખખ્ખર દ્વારા પુરાવા અને કાયદા વિષય ઉપર વકીલોને માહિતી આપવામા આવી હતી.કોર્ટમા આવેલા બાર રૂમમા અભિયાન એક મહિના સુધી ચલાવાશે. દરરોજ વકીલોને અલગ અલગ વિષય ઉપર માહિતી આપી જ્ઞાન સભર કરાઈ રહ્યા છે. સ્ટડી સર્કલનો આરંભ ગાંધીનગર કોર્ટના જજની હાજરીમાં કરાયો હતો. દરરોજ 100 કરતા વધારે વકીલો સ્ટડી સર્કલનો લાભ લેવા આવે છે.

અન્ય સમાચારો પણ છે...