સંચાલકો દ્વારા પડદો પાડવાની હિલચાલ:ન્યૂ ગાંધીનગરની એક શાળાના વિદ્યાર્થીને હોસ્ટેલના જ વિદ્યાર્થીઓએ માર માર્યો

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન્યુ ગાંધીનગર વિસ્તારમાં આવેલી એક શાળામાં ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાની જ હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓએ માર મારવાનો બનાવ બન્યો છે. આ મામલે વિદ્યાર્થીના વાલીએ શાળા સંચાલકોને જાણ કરવા છતાં કોઈ જ પગલાં નહીં લેવાતાં વાલી પોલીસના દ્વાર ખખડાવે છે.

નવા વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત શાળાના એક વિદ્યાર્થીને તે શાળામાં અભ્યાસ કરતા અને શાળાની જ હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓએ માર મારવાનો બનાવ બનવા પામે છે. જોકે સમગ્ર મામલે શાળાના સંચાલકો દ્વારા બનાવ ઉપર પડદો પાડવાની હિલચાલ કરી રહ્યા છે. ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી આ શાળામાં ધોરણ-12 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી ઉપર તે જ શાળાના ધોરણ-12માં અભ્યાસ કરતા અને શાળાની હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીએ અન્ય ત્રણ વિદ્યાર્થીઓની સાથે મળી આ વિદ્યાર્થીને માર માર્યો છે.

ઉપરાંત શાળામાં જ અન્ય વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને માર મારતા હતા. તેને જોઈને શાળાના જ એક શિક્ષકે વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓમાંથી મુક્ત કરાવ્યો હતો. વિદ્યાર્થીને એટલો માર મારવામાં આવ્યો હતો કે તેને ચક્કર આવતા હોવા છતાં શાળા તરફથી કોઈપણ પ્રકારની પ્રાથમિક સારવાર કર્યા વિના વાલીને ફોન કરીને બાળકને લઈ જવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...