• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Student From Haryana Who Was Preparing For His PhD Exam In Gandhinagar And Living In A Central University Hostel Committed Suicide By Hanging Himself.

આત્મહત્યા:ગાંધીનગરમાં પીએચડીની પરીક્ષાની તૈયારી કરતા અને સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા હરિયાણાના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરની સેકટર - 30 માં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટે હરિયાણાથી આવેલા આશરે 27 વર્ષીય યુવાને પંખે ચાદર વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં સેકટર - 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસનો દોર હાથ ધર્યો છે.

ગાંધીનગરનાં સેકટર - 30 ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં મિત્રો સાથે રહી પીએચડીની તૈયારી કરતાં હરિયાણાનાં યુવાને એકલતાનો લાભ લઈ ચાદર વડે ગળાફાંસો ખાઈ મોત વહાલું કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાલમાં તપાસનો દોર હાથ ધર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર છાજુનગર પાલવાવ હરિયાણા મુકામે રહેતો સચિન રણદીપસિંહ ચૌહાણ છેલ્લા ત્રણ મહિનાથી ગાંધીનગરની સેકટર - 30 સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલ રૂમ નંબર 31/2, ચ - ટાઇપમાં તેના મિત્રો સાથે રહેતો હતો. સચિનને સેન્ટ્રલ યૂનિવર્સિટીમાં પીએચડીનું એડમિશન લેવાનું હતું. જેનાં માટે છેલ્લા ત્રણ મહિનાથી તૈયારી અર્થે અહીં તેના મિત્રો સાથે હોસ્ટેલમાં રહેતો હતો.

આજે બપોર પહેલાના કોઈપણ સમયે સચિને એકલતાનો લાભ લઈને ચાદર વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં તેના મિત્રો સહિત યુનિવર્સિટીમાં સન્નાટો છવાઈ ગયો હતો. ત્યારે બનાવની જાણ થતાં સેકટર - 21 પોલીસ મથકના એએસઆઇ વરવાભાઈ રબારી તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે વરવાભાઈએ જણાવ્યું હતું કે, પરિવારને જાણ કરી દેવાઈ છે તેમજ તેના મિત્ર વર્તુળના નિવેદનો સહિતની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. સચિન પીએચડીની તૈયારી માટે ત્રણ મહિનાથી હોસ્ટેલમાં તેના મિત્રો સાથે રહેતો હતો. જેને પીએચડીમાં એડમિશન લેવાનું હતું. હોસ્ટેલનો રૂમ તેમજ તેના સામાનની તલાશી લેવામાં આવી રહી છે. હાલમાં આપઘાતનું કારણ અકબંધ છે.

અન્ય સમાચારો પણ છે...