તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇબર ક્રાઇમ:OLX પર બુક વેચવા જતાં અડાલજના વિદ્યાર્થીએ 46 હજાર રૂપિયા ગુમાવ્યા

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આર્મીમેનની ઓળખ આપી ગઠિયાએ 5 વખત પૈસા ટ્રાન્સફર કરાવી લીધા
 • વિદ્યાર્થીએ 270 રૂપિયામાં બુક વેચવા મૂકી હતી
 • યુવકના પિતાના પેટીએમ, SBI અને HDFC એકાઉન્ટમાંથી 5 ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા

ઓએલએક્સ પર 270 રૂપિયામાં બુક વેચવા જતાં સ્ટુડન્ટે 46 હજાર ગુમાવ્યા હતા. ગઠીયાએ યુવકના પિતાની પેટીએમ, એસબીઆઈ અને એચડીએફસી બેંક એકાઉન્ટમાંથી 5 ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા. અડાલજ ત્રિમંદિર સંકુલમાં સાનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતાં પરમ ભરતભાઈ પટેલે (સેક્ટર-3, એબી-એટીપીએલ) આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આઈસીટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

16 ફેબ્રુઆરીએ યુવકે ઓએલએક્સ પર ડિજિટલ ફન્ડામેન્ટલ નામની બુક 270માં વેચવા મુકી હતી. બપોરે યુવક પર ફોન આવ્યો હતો, જેમાં સામાવાળા શખ્સે 250 ટ્રાન્સફર કરવાનું કહીં પોતાનો પુત્ર બુક લઈ જશે તેમ કહેતા ગઠીયાએ યુવકના વોટ્સએપ પર ક્યુઆર કોડ મોકલ્યો હતો. જે સ્કેન કરતાં યુવકના ખાતામાંથી 5 કપાયા હતા અને 10 રૂપિયા જમા થયા હતા. જે બાદ ગઠીયાએ ક્યુઆર કોડ મોકલતા યુવકે બુક લઈ જવા કહેતા ગઠીયાએ આર્મીમાં આસામ હોવાનું કહ્યું હતું.

પેમેન્ટ રિફંડના નામે 15 હજાર પડાવ્યા
પૈસા પરત ન આવ્યા હોવાનું કહીં યુવકે પિતાના ખાતાની રકમનો ફોટો મોકલતા ગઠિયાએ ક્યુઆર કોડથી ટ્રાન્ઝેક્શન ફેઈલ્ડ બતાવતું હતું. ગઠિયાએ 5 હજાર એમાઉન્ટ લખી એડ-અ-નોટમાં પેમેન્ટ રિફંડ-10 લખવાનું કહેતા એ પ્રમાણે કરતાં યુવકના પિતાના ખાતામાંથી 5 હજાર કપાઈ ગયા હતા. ફરી એ જ પ્રક્રિયાનું કહેતાં 10 હજાર કપાઈ ગયા હતા.

ઓનલાઈન 25 હજાર ટ્રાન્સફર કરાવી દીધા
યુવકે પૈસા માંગતા ગઠિયાએ ક્રેડીટ કાર્ડ કે ડેબિટ કાર્ડની માહિતી માંગતા યુવકે પિતાના ડેબીટ કાર્ડનો ફોટો મોકલવા છતાં પૈસા ન આાવતા ગઠિયાએ ઈન્ટરનેટ બેંકિંગની માહિતી આપવાનું કહેતા યુવકે પિતાનું બેંકિંગ ઓપન કરતા પિતાના ખાતામાંથી 25 હજાર કપાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો