ગુજરાતના પ્રથમ ગોકુળિયા ગામ એવા રાયસણ ગામમાં વૃંદાવન સોસાયટીની નજીકમાં જ નિર્માણ પામેલ પંચેશ્વર મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. મંદિર ખાતે વૃંદાવન સોસાયટી સહિત સ્થાનિકો ઉપરાંત ગુડા વસાહતના રહીશો શ્રદ્ધાપૂર્વક ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.
આ અંગે મળતા માહિતી અનુસાર પંચેશ્વર મંદિરની વ્યવસ્થાપક કમિટી દ્વારા આ વર્ષે મહાશિવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી માટેનું આગોતરૂં આયોજન કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોને સહભાગી બનવા કમિટી દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
અહીં ભોળાનાથનું શીવમંદિર, અંબાજી મંદિર તથા રાધા-કૃષ્ણનું મનોહર મંદિ૨ના લીધે સમગ્ર વિસ્તારમાં ભકિતભાવ અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે પંચેશ્વર મંદિર ખાતે ધાર્મિક- આધ્યાત્મિક પુસ્તકાલય ચાલે છે. સાથે સિનિયર સિટિઝન્સ માટે ધાર્મિક યાત્રાધામોના પ્રવાસ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. જિલ્લાના આ ગામના પંચેશ્વર મંદિરનો અન્ય જિલ્લામાં પણ અનેરો મહિમા રહેલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.