દુર્ગાષ્ટમી:ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલી સિદ્ધરાજ ઝોલ્ડ સોસાયટીમાં આઠમા નોરતે ખાસ રંગોળીનું આયોજન કરાયું

ગાંધીનગર2 દિવસ પહેલા
  • રંગોળી સાથે નવ દેવીઓની સ્થાપના પણ કરવામાં આવી

કોરોનાને લીધે છેલ્લા બે વર્ષથી તહેવારો પર ગ્રહણ લાગ્યું હતું. જોકે, આ વર્ષે રાજ્ય સરકારે શરતોને આધિન છુટછાટ આપતાં ગરબે રમવા આતુર બનેલા ખેલૈયાઓ મનમૂકીને ગરબે રમી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલી સિદ્ધરાજ ઝોલ્ડ નામની સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં નવરાત્રિના તહેવારનો કંઇક અલગ જ રંગ જોવા મળે છે. અહીં લગભગ દરેક શહેરમાં દરેક સોસાયટીઓમાં અને નાની નાની શેરીઓમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવતુ હોય છે. લોકો ઘણા ઉત્સાહ સાથે માતાજીની આરતી કરતા હોય છે અને પછી ગરબે ઝૂમતા હોય છે. સોસાયટીમાં નવરાત્રિના નવ દિવસ કેટલીક સોસાયટીઓમાં અલગ અલગ સજાવટ કરવામાં આવતી હોય છે અને ઘણી જ સુંદર રંગોળીઓ પણ કરવામાં આવતી હોય છે.

ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલી સિદ્ધરાજ ઝોલ્ડ નામની સોસાયટીમાં દુર્ગાષ્ટમીના પાવન અવસર ઉપર સોસાયટીમાં ખાસ રંગોળીના આયોજન સાથે નવ દેવીઓની સ્થાપના પણ કરવામાં આવી હતી. આ અવસર ઉપર ખાસ આસોપાલવના પાન, વિધવિધ ફૂલો, ભાત ભાતના રંગો, રંગબેરંગી મોતી અને ઝગમગતા દીવડા સાથે રંગોળી સજાવવામાં આવી હતી.

આ રંગોળીની અંદર નવ માતાજીની સ્થાપના પણ કરવામાં આવી હતી. આ આકર્ષક રંગોળી કર્યા બાદ સોસાયટીના બાળકો, વડીલો, યુવાન હૈયાઓએ પરિવારજનો સાથે મળીને દુર્ગાષ્ટમીની ઉત્સાહથી ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...