ચાલુ સ્કૂલે સાપ નીકળ્યો:ગાંધીનગરની સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાપ નીકળ્યો, બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડી રેસક્યૂ કરાયું

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલ પ્રશાસને તાકીદે બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડી સાપને પકડાવી દેતાં સૌ કોઇએ રાહત અનુભવી

ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ રોડ પાસે આવેલી એસએમવીએસ સંચાલિત સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે સ્કૂલના સ્વિમિંગ પુલ વિસ્તારમાં સાપે દેખા દેતાં વિધાર્થીઓ ફફડી ઉઠયા હતા. સ્કૂલમાં સાપ નીકળ્યાની બૂમરાણ મચતા સ્કૂલ પ્રશાસને સ્વિમિંગ પુલથી બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડીને સ્નેકકેચર ને બોલાવી સાપને પકડાવી દઈ રાહતનો દમ લીધો હતો.

સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાપ નિકળ્યો
ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ રોડ પાસે આવેલી સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે સાપ નીકળતાં વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાબેતા મુજબ આજે સ્કૂલમાં શિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું. જ્યારે ગુજરાતી માધ્યમના પ્રાયમરીના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સનો પિરિયડ હોવાથી અમુક વિધાર્થીઓ સ્વિમિંગ તેમજ સ્કેટિંગની એક્ટિવિટી માટે લઈ જવાયા જવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓને તાકીદે સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા
આ દરમિયાન સ્વિમિંગ પુલની ફાઇબરની દિવાલ પાસે આવેલા ખેતર તરફથી એક સાપ સંકુલમાં આવી ચડયો હતો. આ દરમ્યાન કોઈની નજર સાપ પડતાં વિધાર્થીઓ ફફડી ઉઠયા હતા. જેનાં પગલે સ્વિમિંગ પુલ તેમજ સ્કેટિંગ કોર્ટ તરફના વિદ્યાર્થીઓને તાકીદે સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા. ઘડીભરમાં સ્કૂલમાં સાપ નીકળ્યાની વાત સ્કૂલ પ્રશાસન સુધી પહોંચી ગઈ હતી.

સ્કૂલમાંથી બે ત્રણ સાપ પકડાયાનો વિદ્યાર્થીઓમાં ગણગણાટ શરૂ થયો
જેનાં પગલે સ્કૂલ પ્રશાસનનાં કર્મચારીઓ પણ સ્વિમિંગ પુલ વિસ્તારમાં દોડી આવ્યા હતા. બાદમાં સ્નેકકેચરને તાકીદે બોલાવી દેવામાં આવ્યો હતો. જેણે આવીને ભારે જહેમત પછી સાપને પકડી લઈને બરણીમાં ભરીમાં દીધો હતો. ત્યારે સંકુલમાંથી સાપ પકડાઈ ગયા પછી સ્કૂલ પ્રશાસનને પણ રાહત થઈ હતી. જો કે સ્નેકકેચર અન્ય સ્થળેથી અન્ય બે સાપને પણ પકડીને સાથે લાવ્યા હોવાથી સ્કૂલમાંથી બે ત્રણ સાપ પકડાયાનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો.

સ્કેટિંગ - સ્વિમિંગ પુલ વિસ્તારમાં એક સાપ ખેતર તરફથી આવી ચડયો: પ્રિન્સિપાલ
આ અંગે ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ નિર્મલ પટેલે જણાવ્યું હતું કે, સ્કેટિંગ - સ્વિમિંગ પુલ વિસ્તારમાં એક સાપ ખેતર તરફથી આવી ચડયો હતો. સિક્યુરિટી ગાર્ડને તેની જાણ થતાં સ્કૂલ પ્રશાસને જાણ કરવામાં આવી હતી. જેનાં પગલે થોડી વારમાં સ્નેકકેચરને બોલાવીને સાપ પકડાવી દેવામાં આવ્યો હતો.સ્નેકકેચર પણ અન્ય જગ્યાએથી સાપ પકડીને ડાયરેક્ટ સ્કૂલમાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...