તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યજ્ઞ:મોદીના દીર્ઘાયુ માટે સે-16મા લઘુરૂદ્ધ યજ્ઞ યોજાશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન મોદીના 70માં જન્મ દિનની સેવા સપ્તાહ તરીકે ઉજવણીમા અનેક સેવા કાર્ય હાથ ધરાયા છે. જેમાં સે-28 ગાર્ડનમા કોરોના પ્રતિરોધક કીટ અપાશે. જેમાં મેટર રીટાબેન પટેલના હસ્તે 12 વાગેે કીટ અપાશે. બીજી તરફ ડેપ્યુટી મેયર નાઝાભાઈ ઘાંઘર દ્વારા સે-16 ઓપન એર થિએટર ખાતે લઘુરૂદ્ધ યજ્ઞનું આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને દેશ સેવા માટે સવારે 10થી સાંજે 5 સુધી આ યજ્ઞનું આયોજન કરાયુ છે.

જેમાં સાંજે શ્રીફળ આહુતિ અપાશે. વિધવાનું સન્માન કરી શહેરી આજીવિકા મિશન હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સ કાર્ડ વિતરણ કરાશે. જેમાં કાર્યક્રમમાં સવારે 11થી 12 વચ્ચે મુખ્યમંત્રી રૂપાણી વીડિયો કોન્ફરન્સથી હાજરી આપશે. શહેરમાં 24x7 પાણી પુરવઠા યોજનાનું ઇ-ખાતમુહૂર્ત ગૃહમંત્રી અમિત શાહની ઓનલાઈન હાજરીમાં મુખ્યમંત્રીના હસ્તે વિડીયો કોન્ફરન્સથી કરાશે.

અન્ય સમાચારો પણ છે...