આયોજન:ખોરજ ખાતે 12 નવેમ્બરે મનપા વિસ્તારો માટેનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોરજ ગોવર્ધન હોલ ખાતે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન

ગાંધીનગર મનપા દ્વારા 12 નવેમ્બરના રોજ મનપા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. ખોરજ ગોવર્ધન હોલ ખાતે સવારે 9થી સાંજે 5 સુધી કાર્યક્રમ યોજાશે. જેમાં સવારે 9થી 2 દરમિયાન અરજદારો પાસેથી રજૂઆત અને પુરાવા સાથે અરજીઓ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ બપોરે 3થી 5 દરમિયાન અરજદારોને રજૂઆતોના આખરી નિકાલની જાણકારી અપાશે.

સેવાસેતુ કાર્યક્રમમાં કોઈ અરજી ફી રહેશે નહીં પરંતુ સંબંધિત રજૂઆત માટે કાયદાથી કોઈ ફી નક્કી કરેલ હોય તો તે લેવાની રહેશે. કાર્યક્રમમાં ઝેરોક્ષ, લેમીનેશન, નોટરી અને સ્ટેમ્પની સુવિધાઓ નિ:શુલ્ક અપાશે. ગાંધીનગર મનપાના જુના સમાવિષ્ટ તમામ વિસ્તાર તેમજ નવા સમાવિષ્ટ તમામ વિસ્તારના નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ સ્થળ પર લેવા વિનંતી કરાઈ છે. કાર્યક્રમ દરમિયાન નિ:શુલ્ક ડાયાબીટીસ કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પનું આયોજન કરાયું છે. આ ઉપરાંત બેંક દ્વારા ઈ-પેમેન્ટ, ડિજિટલ લોકર, જનધનખાતા ખોલવા અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...