શુભારંભ:જીવન આસ્થા કચેરીમાં નાના બાળકો માટે અલગ વ્યવસ્થા ઊભી કરાશે

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસપી કચેરીમાં જીવન આસ્થા ટીમના નવા મકાનનો આઇજીના હસ્તે શુભારંભ

ગાંધીનગર એસપી કચેરી સ્થિત જીવન આસ્થા હેલ્પલાઇને 7 વર્ષ પુરા કરી આઠમા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે શનિવારે બિલ્ડીંગમા નવો રૂમ બનાવ્યો હતો. જેનો શુભારંભ રેંન્જ આઇજી અભય ચૂડાસમાના હસ્તે કરાયો હતો. જીવન આસ્થાની ટીમ દ્વારા સાત વર્ષમા એક લાખ કરતા વધારે કોલ રીસીવ કર્યા છે અને 260 લોકોને નવજીવન આપ્યુ છે. નવા રૂમમા કાઉન્સેલીંગ માટે આવનાર માતા પિતાના નાના બાળકો માટે પણ અલગ વ્યવસ્થા કરવામા આવશે. સ્પર્ધાત્મક સમયમા લોકો દોડાદોડીમા ક્યારેક નિરાશ થઇ જાય છે અને પછી મોત વ્હાલુ કરી લેતા હોય છે.

તેવા લોકોને બચાવવા માટે ગાંધીનગર એસપી કચેરીમા જીવનઆસ્થા હેલ્પ લાઇન શરુ કરવામા આવી હતી. સાત વર્ષ પહેલા હેલ્પલાઇન શરુ કરાઇ હતી. જે હવે માત્ર ગુજરાત નહિ પરંતુ અન્ય રાજ્યના લોકો માટે પણ ઉપયોગી બની રહી છે. કચેરીમા હેલ્પલાઇનની ટીમને બેસવા માટે નવો રૂમ બનાવવામા આવ્યો છે. જેનો શુભારંભ આજે શનિવારે રેંજ આઇજી અભય ચૂડાસમાના હસ્તે કરાયો હતો.હેલ્પલાઇન બાબતે પી.સી.વાલેરાએ કહ્યુ હતુ કે, સાત વર્ષના સમયગાળામા એકલાખ કરતા વધારે કોલ મળ્યા છે. જે લોકોના મનમા સતત મોતના વિચારો આવતા હોય તેવા લોકો દ્વારા હેલ્પલાઇનનો ઉપયોગ કરવામા આવ્યો છે.

જે કોલમાંથી 650 કોલ એવા હતા, જેમને મરવાનો જ વિચાર કરી લીધો હોય અને પછી હેલ્પલાઇનનો ઉપયોગ કરવામા આવતા બચાવી લીધા હતા. જ્યારે 260 લોકો એવા હતા, જેઓ મરવા માટે આવ્યા હોય અને તેમને સ્થળ ઉપરથી બચાવી લેવામા આવ્યા છે. હેલ્પલાઇન સેન્ટર ક્યારેક માતા પિતાને કાઉન્સેલીંગ માટે બોલાવ્યા હોય અને તેમનુ બાળક નાનુ હોય તેવા કિસ્સામા બાળકને રાખવા માટે પણ અલગ રૂમની વ્યવસ્થા કરવામા આવશે. તે ઉપરાંત કોલ રેકોડીંગ સહિતની સુવિધા ઉભી કરવામા આવશે. જેનાથી તે કોલને સાંભળીને કાઉન્સેલર્સ તેને બચાવવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...