તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિસંવાદ:આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં જિલ્લાના યોગદાન વિષે આજે પરિસંવાદ યોજાશે

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ‘ગાંધીનગર જિલ્લાનું આઝાદીના લડતમાં યોગદાન’ વિષે પરિસંવાદનું આયોજન કાલે 2જી સપ્ટેમ્બરે સવારે 10 કલાકે સરકીટ હાઉસ ખાતે કરાયું છે. ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીથી લોકોને આઝાદીની લડતમાં બલિદાન આપનાર નામી-અનામી શહીદવીરોના નામે કાર્યક્રમો યોજીને શ્રદ્ધાસમુન અર્પણ થઈ રહ્યા છે. તેમજ યુવાપેઢીને આઝાદીની વાતો અને શહીદવીરોની માહિતી અપાઈ રહી છે. આ મહોત્સવ નિમિત્તે ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર જિલ્લાનું આઝાદીના લડતમાં યોગદાન વિષે પરિસંવાદ યોજાશે પરિસંવાદમાં ગાંધીનગરના જાણીતા લેખકો અને સાહિત્યકાર સંબોધન કરશે.

અન્ય સમાચારો પણ છે...