ક્રિકેટ:આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની સિલેક્શન ટ્રાયલ યોજાશે

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંડર-19, સિનિયર ટીમ, અંડર-16 તથા 5 ડિસેમ્બરે અંડર-16ના ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે

ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (GDCA) દ્વારા આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિવિધ વયજૂથના ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવશે. જેમાં 27 નવેમ્બરે અંડર-19, 28 નવેમ્બરે સિનિયર ટીમ, 4 ડિસેમ્બરે અંડર-16 તથા 5 ડિસેમ્બરે અંડર-16ના ખેલાડીઓના સિલેક્શન ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તમામ સિલેક્શન ટ્રાયલ ક-રોડ પર મધુવન ફાર્મ, હોટેલ ઘુંઘટ પાસે સવારે 8 વાગ્યે રાખવામાં આવી છે. ભાગ લેવા ઈચ્છતાં ખેલાડીઓએ ક્રિકેટના સફેદ ટ્રેસમાં પોતાની કિટ સાથે લઈને આવવાનું રહેશે.

અંડર-14, અંડર-16 અને અંડર-19ના ખેલાડીઓએ આધારકાર્ડ, સ્કૂલ અથવા કોલેજનું ફોટોવાળુ ઓરિજનલ બોનાફાઈડ સર્ટીફિકેટ તથા ઝેરોક્ષ તેમજ બર્થ સર્ટીફિકેટ ઓરિજનલ અને ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે. તથા સિનિયર ખેલાડીઓએ સરકારના પ્રમાણિત ફોટો આઈડી કાર્ડ તથા રહેઠાણનો પુરાવો અચૂક લાવવાનો રહેશે. પ્રવેશ માટે મંગાવેલા પુરાવાઓ તથા ફોટો આઈડી વગર કોઈપણ ખેલાડીને પ્રવેશ મળશે નહીં તેવું ગાંધીનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું છે.

ગાંધીનગર જિલ્લાના યુવાનો કે જેઓને ક્રિકેટમાં રસ છે અને તેમનામાં આ રમતને લગતી કેટલીક આવડત છે તેમની પ્રતિભાને બહાર લાવવા અને તેઓ તેમનામાં રહેલી આવી ક્ષમતાને વધુુ સારી રીતે બહાર લાવી શકે તેવા હેતુથી આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની સિલેક્શન ટ્રાયલનંુ આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે હાલ તમામ આયોજન થઈ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...