ચોરીથી ચિંતા:માણસાના બજારમાં પાર્લરનું તાળું તૂટતા વેપારીઓમાં વ્યાપેલો ફફડાટ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા તસ્કરો પાર્લરમાંથી ચા, ટૂથપેસ્ટ તેમજ સાબુના બાંધાની ચોરી
  • શિયાળાના આરંભ સાથે જ શહેરમાં વધતા જતા ચોરીના બનાવોથી ચિંતા

માણસા શહેરમાં જુના મુખ્ય બજારમાં આવેલા એક પાર્લરને ગતરાત્રીએ તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનું મુખ્ય તાળુ તોડી અંદર પ્રવેશી સાબુ, ચા,ટૂથપેસ્ટના પેકેટ અને રોકડ મળી કુલ 24 હજારની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. જે બાબતે દુકાન માલિકે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માણસામાં નારાયણ વૈદની શેરીમાં રહેતા અને જુના મુખ્ય બજારમાં મારુની શેરીના નાકે વૃદ્ધિ સિઝનેબલ સેન્ટર નામના પાર્લર પર દૂધ તેમજ અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 72 વર્ષીય ભરતકુમાર જયંતીલાલ શાહ ગત રાત્રિએ નિત્યક્રમ મુજબ પોતાના પાર્લરનું કામકાજ પૂરું કરી રાત્રિના 10:30 વાગે દુકાનના મુખ્ય દરવાજાને તાળું મારી ઘરે આવી સૂઈ ગયા હતા. આ દરમિયાન રાત્રિના કોઈપણ સમયે તેમની દુકાન પર અજાણ્યા ચોર ઈસમો ત્રાટકયા હતા.

દુકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી સર સામાન વેરવિખેર કરી સાબુ,ચા,ટૂથપેસ્ટના પેકેટ તેમજ રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જ્યારે દુકાનદાર ગુરુવારે વહેલી સવારે તેમના પાર્લર પર પહોંચ્યા તે સમયે દુકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાતા તેમણે દુકાન ખોલી અંદર તપાસ કરતા બધો સામાન વેરવિખેર પડયો હતો. તેમજ પૈસા મુકવાના ખાનામાં મુકેલા પૈસા ગાયબ હતા.

જેથી તેમણે દુકાનમાં મુકેલા માલસામાનની ગણતરી કરતા જુદી જુદી કંપનીના 1500 રૂપિયાના સાબુના 15 નંગ બાંધા, 2500 રૂપિયાની કિંમતના ટૂથપેસ્ટના નાના-મોટા કુલ 20 નંગ,10000 રૂપિયાની કિંમતની વાઘ બકરી ચા ના વિવિધ વજનના પેકેટ ફુલ 20 કિલો, છૂટક રોકડ અને પરચૂરણ 4000 રૂપિયા તથા સવારે દૂધ ના વેપારીને આપવાના 6000 હજાર રૂપિયા રોકડાની ચોરી થઇ હતી

અન્ય સમાચારો પણ છે...